GSTV

ગર્લફ્રેન્ડ છેલ્લા શ્વાસ લે તે પહેલા પ્રેમીએ ICU માં કર્યા લગ્ન, નિભાવ્યું ‘આખરી વચન’

Last Updated on October 23, 2021 by Vishvesh Dave

બ્રિટનમાં એક પુરુષની ગર્લફ્રેન્ડનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. આ વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પહેલા જ યુવતી દર્દનાક અકસ્માતનો શિકાર બની હતી. જો કે, અકસ્માત પછી, જ્યારે છોકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે તે વ્યક્તિએ ડોકટરોને વિનંતી કરી અને ત્યાં તેની સાથે લગ્ન કર્યા. તે તેની ગર્લફ્રેન્ડને પત્ની તરીકે જોવા માંગતો હતો. આ વ્યક્તિએ તેની લવ સ્ટોરી વિશે વિગતવાર જણાવ્યું છે. ચાલો જાણીએ.

Greg Peters And Anna Ledgar (Pc: Facebook)

‘ધ સન યુકે’ના રિપોર્ટ અનુસાર, 34 વર્ષીય જિમ મેનેજર ગ્રેગ પીટર્સ(Greg Peters) અને 28 વર્ષીય એના લેગર(Anna Ledgar) એકબીજાના ખૂબ જ પ્રેમમાં હતા. બંને 18 મહિના પહેલા જ મળ્યા હતા, પરંતુ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. તેઓ લગ્નનું આયોજન કરી રહ્યા હતા. બંનેના પરિવારના સભ્યો પણ સંમત થયા. પરંતુ અકસ્માતે બધું બદલી નાખ્યું.

કાર અકસ્માતે ગર્લફ્રેન્ડને હોસ્પિટલ પોંહચાડી દીધી

એક દિવસ જોબ પરથી આવતી વખતે એના લેગરની કાર બીજા વાહન સાથે અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે એનાના શરીરમાં ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં બોયફ્રેન્ડ ગ્રેગ પીટર્સ સાથે પરિવાર પણ હાજર હતો. દરેક વ્યક્તિ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ વિધાતાને કંઈક અલગજ મંજુર હતું.

ડોક્ટરોએ કહ્યું કે એનાને આઈસીયુમાં શિફ્ટ કરવી પડશે, તેની તબિયત બગડી રહી છે. એના કોમામાં શ્રી પડી. ગ્રેગ આ જાણીને ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો, તે એનાને ગુમાવવા માંગતો ન હતો. ગ્રેગ તેને તેની પત્ની તરીકે જોવા માંગતો હતો. જેથી એના પત્ની તરીકે તેની યાદોમાં કેદ રહે.

ICUમાં કર્યા લગ્ન!

ગ્રેગે ડોકટરોને વિનંતી કરી, પરંતુ તેઓએ ના પાડી. જોકે અંતે ગ્રેગનો પ્રેમ અને મનોદશા જોઈને તે રાજી થઈ ગયા. એના અને તેના પરિવારની હાજરીમાં, ગ્રેગે તેની ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી અને તેને તેની પત્ની બનાવી. થોડા સમય પછી, એનાનું અવસાન થયું. તેના કેટલાક અંગો પરિવારની સંમતિથી દાન કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોને નવજીવન મળ્યું હતું.

ALSO READ

Related posts

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!