GSTV

નાના વેપારીઓની મોટી પહેલ: 50 જેટલા ઉદ્યોગપતિઓને વેપારીઓએ પત્ર લખી આપી આ ‘સ્વર્ણિમ’ સલાહ

Last Updated on June 25, 2020 by pratik shah

ચીની સૈન્ય સાથે સરહદે ભારે ઘર્ષણ દરમિયાન ભારતના 20 જવાનો શહીદ થઇ ગયા છે. આ સ્થિતિ વચ્ચે દેશમાં ચીની વસ્તુઓના બહિષ્કાર માટે એક કેમ્પેઇન શરૂ થઇ ગયું છે. જેને પગલે હવે આમ નાગરિકોથી લઇને વ્યાપારીઓ પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે.

ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનમાં જોડાવવા અપીલ

આ સ્થિતિ વચ્ચે દેશના અનેક વ્યાપારીઓએ હવે મોટા ઉદ્યોગપતિઓ જેમ કે રતન તાતા, મુકેશ અંબાણી સહિતનાને પત્ર લખ્યો છે અને ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.

50 જેટલા મોટા ઉદ્યોગપતિઓને પત્ર

વ્યાપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇંડિયા ટ્રેડર્સ (કૈટ)એ નેતાઓ, સેલિબ્રિટી બાદ હવે આશરે 50 જેટલા મોટા ઉદ્યોગપતિઓને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ એવી અપીલ કરી છે કે દેશના બધા જ લોકોએ બોયકોટ ચાઇના કેમ્પેઇનમાં જોડાવું જોઇએ. જે ઉદ્યોગપતિઓને પત્ર લખ્યો છે તેમાં મુકેશ અંબાણી, રતન તાતા, આદિ ગોદરેજ, અજીમ  પ્રેમજી, કુમાર મંગલમ બિડલા તેમજ આનંદ મહિન્દ્રાને પણ સમાવવામાં આવ્યા છે.

મોટા દિગ્ગજ ઉદ્યોગપતિઓને પણ અભિયાનમાં જોડવા માંગ

નોંધનીય છે કે, સરહદે ભારે તંગદીલી વચ્ચે દેશમાં ચીનની નાનીથી લઇને દરેક મોટી વસ્તુઓના બહિષ્કારની માગણી ઉઠી રહી છે. અને આ માટે એક વિશેષ કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હવે તેમાં વ્યાપારીઓ તો જોડાઇ રહ્યા છે સાથે જ મોટા દિગ્ગજ ઉદ્યોગપતિઓને પણ જોડવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે.

ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા તમામ ઉદ્યોગપતિઓને વિનંતી

કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે આ ઉદ્યોગપતિઓને લખેલા પત્રમાં કહ્યું છે કે અમારૂ માનવું છે કે ભારતના લોકો તમારા જેવા મોટા ઉદ્યોગપતિઓને  ઇન્ડસ્ટ્રીના કર્તાધરતા માને છે. તેથી અમે તમામ ઉદ્યોગપતિઓને વિનંતી કરીએ છીએ કે તેઓ આ અભિયાનમાં જોડાય અને ચીની વસ્તુઓનો બહિષ્કાર કરે.

Related posts

એક બે નહીં પરંતુ 100 કરોડનું બિલનું કૌંભાડ ઝડપાયું, DGGIની ટીમે રાજકોટ અને ધોરાજીમાં દરોડા દરમ્યાન એકની કરી ધરપકડ

pratik shah

ચોંકાવનારો ખુલાસો / કોરોના દરમિયાન સામાન્ય નાગરિકોને મન ફાવે તેમ લૂંટવામાં આવ્યા, માનવતા થઈ શર્મસાર

Zainul Ansari

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!