ઘણીવાર મેટ્રોમાં સફર કરતી વખતે મહિલાઓએ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મેટ્રોમાં સફર કરી રહેલા લોકોમાંથી કેટલાંક લોકો એવા પણ હોય છે જે વિચિત્ર હરકતો કરતાં રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દિલ્હી મેટ્રોમાં સફર કરી રહેલી એક યુવતી સામે એક યુવકે પેન્ટની ચેન ખોલીને પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કર્યુ. ફોટોમાં જોઇ શકાય છે કે સામે ઉભેલી યુવતી સામે તે અશ્લીલ હરકતો કરી રહ્યો છે.

આ ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની છે. જ્યારે યુવતી સાંજે 6 વાગ્યે યલો મેટ્રો લાઇનમાં દિલ્હીથી ગુડગાંવ જઇ રહી હતી. ત્યારે તેની સામે ઉભેલા એક યુવકે પોતાના પેન્ટની ઝિપ ખોલી નાંખી અને શરમજનક અશ્લીલ હરકતો કરવા લાગ્યો. ફોટોમાં જોવા મળી રહેલો યુવક જ આ મામલાનો આરોપી છે. તેણે જ યુવતી સામે અશ્લીલ હરકત કરી હતી.


આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ કોઇને કઇ જણાવ્યુ નહી પરંતુ તેણે યુવકનો ફોટો લઇ લીધો અને પછીથી પોલીસ ફરિયાદ કરી. યુવતીએ આરોપ લગાવ્યો કે પહેલા તો પોલીસે એફઆઇઆર કરવામાં આનાકાની કરી. પછીથી જ્યારે યુવતીએ મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો તો પોલીસ એક્ટિવ થઇ.

યુવતીની ફરિયાદ પર યૌન શોષણનો કેસ કર્યો. તે બાદ મેટ્રોના સીસીટીવી કેમેરામાં ઘટનાના સમયની તસવીર લેવામાં આવી. હવે સીસીટીવી અને યુવતી પાસેથી મળેલી તસવીરના આધારે પોલીસ તે શરમજનક હરકત કરનાર યુવકને શોધી રહી છે.

આ ઘટનાથી ભયભીત થયેલી યુવતીએ પોતાની કહાની સોશિયલ મીડિયા પર પણ શેર કરી. તે બાદ વિગતો લેતાં ડીએમઆરસીએ કહ્યું કે તે તરત જ મેટ્રો અથવા સીઆઇએસએફની હેલ્પલાઇન પર કૉલ કરો.

યુવતીએ ટ્વીટમાં લખ્યું કે, હું ખૂબ જ ગભરાયેલી હતી. સમજાતુ ન હતું કે શું કરૂ. ગુસ્સો પણ આવી રહ્યો હતો. મે યુવકની તસવીર ક્યારે લીધી તે મને યાદ નથી. હું સંપૂર્ણ રીતે હોશમાં ત્યારે આવી જ્યારે એક કલાક બાદ એક મિત્રએ આ તમામ વાત શેર કરી.

યુવતીએ જણાવ્યું કે સાંજે ઑફિસથી પરત આવી રહી હતી. મેટ્રોના સાતમા કોચના લાસ્ટમાં લાગેલી 2 સીટર ખુરશી પર બેઠી હતી. સામે ગેટ પર એક યુવક ઉભો હતો. તે સતત મને જોઇ રહ્યો હતો. અચાનકથી યુવક પલટ્યો અને તેણે મારી સામે પેન્ટની ઝિપ ખોલી નાંખી.

યુવતીએ જણાવ્યું કે તે મારી સાથે સેક્સુઅલ હેરેસમેન્ટ કરી રહ્યો હતો. સામે તરફથી તેણે પોતાની બેગ લટકાવી રાખી હતી. જેથી કોઇને આ વાતની જાણ ન થાય. તેની આ હરકત કોઇને દેખાય નહી. થોડી વાર બાદ યુવક દરવાજા તરફ ઉભો રહી ગયો. પછી ચુપચાપ બીજા કોચમાં ચાલ્યો ગયો.
Read Also
- ટ્રેનમાં મુસાફરી કરતા સામાન ઉઠાવવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા
- એલાન એ જંગ/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર, 21 ફેબ્રુઆરીથી બે તબક્કામાં યોજાશે ચૂંટણી
- સુરત/ ગોપીપુરા વિસ્તારમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાઈ, ચોકનું કરાયું નામકરણ
- મોંઘવારીનો માર જીલવા થઈ જાવ તૈયાર, Budget 2021માં પેટ્રોલ-ડિઝલ પર પ્રતિ લિટર 1 રૂપિયાનો કોવિડ સેસની તૈયારી
- Budget 2021: નોકરીયાત હોય કે બેરોજગાર વ્યક્તિ, આ ટેક્સ ફરજિયાત આપવો પડશે, જાણો શા માટે છે જરૂરી