ભાષણમાં સુઈ ગયો તો રાતો રાત સ્ટાર બની ગયો, જાણો કોણ છે આ બાળક અને એવું તો શું કર્યુ તું કે…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે‘સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચ’માટે પોતાના ઉપનામ વાળા 11 વર્ષના બાળક જોશુઆ ટ્રંપને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. પરંતુ કાર્યક્રમ સમયે જ્યાં પોતાની માસુમ હરકતના કારણે તે સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે ત્યાંજ લોકો અમેરિકાના રાષ્ટ્રપતિનો મજાક ઉડાવી રહ્યા છે.

હકીકતે જોશુઆ સ્પીચ સમયે સુઈ ગયો અને તેની તસ્વીર વાયરલ થાવાના કારણે તે રાતો રાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો. ટ્રંપ સરનેમ હોવાના કારણે જોશુઆની સાથે ભણવા વાળા બાળકો તેને હેરાન કરતા હતા. જેના કારણે જોશુઆને સ્કૂલ છોડવી પડી. ત્યાર બાદ મેલાનિયા ટ્રંપે જોશુઆ ટ્રંપને‘સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચ’માં આમંત્રણ આપ્યું. પોતાની સ્પીચ વખતે જ્યારે ટ્રંપ મેક્સિકોની સીમા પર દિવાલ બનાવવાના પોતાના વચન વિશે વાત કરી રહ્યા હતા ત્યારે જોશુઆ ટ્રંપ ઝપકી લેતો જોવા મળ્યો હતો.

એક વ્યક્તિએ તેનો સ્ક્રીનશોર્ટ લઈ લીધો અને તેને શેર કરતા લખ્યુ- ‘જોશુઆ ટ્રંપનો રાઝ.’ત્યાર બાદ ઘણા લોકોએ જોશુઆ ટ્રંપની તસ્વીર શેર કરતા ઘણી રસપદ પ્રતિક્રિયાઓ આપી. જેફરી ઈવન ગોલ્ડે ટ્વીટ કરીને લખ્યું, ‘રાષ્ટ્રપતિ ટ્રંપના સ્ટેટ ઓફ ધ યુનિયન સમયે અમે બધા જોશુઆ ટ્રંપ બની ગયા હતા.’

જોશુઆ ટ્રંપના માતા-પિતાએ જણાવ્યું કે ટ્રંપ સરનેમ હોવાના કારણે તેના સાથિઓ તેમને ‘ઈડિયટ’ અને ‘સ્ટુપિડ’ કહીને ચિડાવતા હતા. તેમણે તેને સ્કૂલમાંથી ઉઠાડી લીધો પરંતુ એક વર્ષ બાદ જ્યારે તે પાછો સ્કૂલ ગયો તો પણ લોકોએ આમ કરવાનું ચાલુ રાખ્યું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter