7 વર્ષના બાળકે સ્વર્ગમાં મોકલ્યો પિતાને પત્ર, કહાની જાણી ભાવુક થઇ જશો

7 વર્ષના બાળકે પત્ર લખીને સ્વર્ગમાં મોકલ્યો. પોસ્ટ ઑફિસ તરફથી એવો પ્રત્યુત્તર આવ્યો કે જેણે સોશિયલ મીડિયા પર બધાનું દિલ જીતી લીધું. આ પત્રને બાળકની માતા ટેરી કોપલેન્ડે શેર કર્યો છે. બાળકે પત્રમાં પોસ્ટ માટે લખ્યુ હતું, ‘મિસ્ટર પોસ્ટમેન, શું તમે આ પત્રને સ્વર્ગમાં લઇ જશો. તેમનો બર્થ-ડે છે.’ થોડા અઠવાડિયા બાદ UK’s Royal Mail તરફથી જવાબ આવ્યો અને જણાવવામાં આવ્યું કે પત્રની ડીલિવરી કરી દેવામાં આવી છે. ફેસબુક પર આ પોસ્ટને ઘણી શેર કરાઇ રહી છે.

જવાબમાં લખ્યુ હતું, પત્ર મોકલવો ઘણો મુશ્કેલ રહ્યો. રસ્તામાં તારા આવ્યા અને ઘણી એવી વસ્તુ આવી જેનો સામનો કરીને સ્વર્ગમાં પહોંચવુ મુશ્કેલ હતું. પરંતુ અમે પત્રને સ્વર્ગમાં પહોંચાડી દીધો છે. આ પત્રને બાળકની માતા ટેરીએ શેર કર્યો છે. જેને ઘણા લોકોએ પસંદ કર્યો છે. લોકોએ પોસ્ટ ઑફિસ તરફથી આવેલા જવાબને પણ ઘણો પસંદ કર્યો છે. ટેરીએ તસ્વીર પોસ્ટ કરી લખ્યું, ‘હું વ્યક્ત કરી શકતી નથી, પરંતુ જેવુ મારા બાળકને ખબર પડી કે તેનો પત્ર પિતા સુધી પહોંચી ગયો છે. તે ખૂબ ભાવુક થઇ ગયો.’

રૉયલ મેલે કહ્યું, ‘બાળકના પત્રએ આખા ટપાલ વિભાગને ભાવુક કરી દીધો છે. આશા છે કે અમે જવાબ આપ્યા બાદ બાળક અને પરિવારને સારું લાગ્યું હશે.’ લોકો રૉયલ મેલના ભરપેટ વખાણ કરી રહ્યાં છે અને તેનો આભાર માની રહ્યાં છે. એક યૂઝરે લખ્યું, ‘હૃદયને સ્પર્શી ગયો. આભાર રૉયલ મેલ. તમને સમય મળ્યો અને આ સારું કામ કર્યુ.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter