મહારાષ્ટ્રના ઠાણે પાસે આવેલા કલ્યાણ બદલાપુર રોડ પર મુરબાડ નામનો વિસ્તાર છે. અહીં એક એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે તમને હચમચાવી નાંખશે. અહીં બારવી ડેમ નજીક પૂરઝડપે બાઇક પર સ્ટંટ કરતાં ટિક ટૉક માટે 3 યુવકો વીડિયો બનાવી રહ્યાં હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે પરંતુ તેને વાયરલ કરવાની ઇચ્છા ધરાવતા યુવકને ધોળે દિવસે તારા દેખાઇ ગયાં.

આ વીડિયોમાં એક યુવક પૂર ઝડપે બાઇક લઇને આગળ વધી રહ્યો છે. સ્ટંટ કરવા માટે તે અચાનક આગળની બ્રેક લગાવે છે. જેથી બાઇક પાછળથી ઉપત તરફ ઉઠે પરંતુ બાઇક પાછળથી વધુ ઉપર ન ઉઠતાં સ્ટંટ કરનાર યુવક ઉંધા માથે નીચે પટકાય છે. પરંતુ તેનાથી વધુ હચમચાવી નાંખનારી ઘટના ત્યારે ઘટે છે જ્યારે ઉંધે માથે પટકાયેલા યુવક ઉપર તેની બાઇક આવી જાય છે.
તે બાદ તેનો એક મિત્ર વીડિયોમાં તેની તરફ દોડતો જોઇ શકાય છે. જ્યારે ટિકટૉક માટે વીડિયો બનાવી રહેલા યુવકનો કેમેરા ઑન જ રહી જાય છે. જેમાં અન્ય યુવકને છત્રી ફેંકીને દોડતો જોઇ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક પર સ્ટંટ કરતાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને મુરબાડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે મુરબાડ પોલીસે આ મામલે મૌન સેવી લીધું છે. સાથે જ તેવી જાણકારી પણ મળી છે કે આ વીડિયો બે દિવસ પહેલાંનો છે.
જણાવી દઇએ કે પાછલાં કેટલાંક સમયથી સતત આવી ઘટનાઓ ઘટતી રહે છે જેમાં લોકો વીડિયો બનાવવાના ચક્કરમાં ઘાયલ થઇ જાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો લોકો પોતાની જીવથી પણ હાથ ધોઇ બેઠા છે. તેમ છતાં લોકોમાં ટિક ટૉકનો ક્રેઝ ઓછો નથી થઇ રહ્યો.
Read Also
- IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા
- SAHASRAR CHAKRA / શરીરના તમામ ચક્રોમાં અગ્રેસર છે સહસ્રાર ચક્ર, અન્ય ચક્રોને પણ આપે છે ઉર્જા
- અમદાવાદ / રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરાયો, લોકોએ ખુરશીને છત્રી બનાવી
- કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર
- Lal Kitab / જાણો લાલ કિતાબના એ ઉપાયો જેનાથી દૂર થાય છે દરેક પ્રકારની પરેશાનીઓ