GSTV
News Trending World

પહેલી નજરમાં પ્રેમ / Bar માં બેસેલી યુવતીને કહ્યું- Hello… અને થઈ ગયો લવ! જરા હટકે છે આ કપલની સ્ટોરી

પ્રેમ

બ્રિટનના 31 વર્ષીય જોશ વૂડની ડેટિંગ એપથી શરૂ થયેલી પાર્ટનરની શોધ ઘણા વર્ષો પછી એક બારમાં પૂરી થઈ હતી. તે પણ થોડી જ ક્ષણોમાં. ડેટિંગ એપ્સ પર 300થી વધુ લોકોને મળ્યા પછી પણ કોઈની સાથે ડેટ ન કરી શકનાર જોશ વુડને અંતે તેનો પ્રેમ મળી ગયો છે. ચાલો જાણીએ કેવી રીતે…

પ્રેમ

હકીકતમાં બ્રિટનના Surrey નો રહેવાસી જોશને ડેટિંગ એપ્સથી ઘણી આશાઓ હતી. પોતાના માટે પાર્ટનરની શોધમાં તે ટિન્ડર પર 300થી વધુ લોકોને મળ્યો. પરંતુ કોઈની સાથે ડેટ પર ન જઈ શક્યો. આવી સ્થિતિમાં તેણે તમામ ડેટિંગ એપ્સ ડિલીટ કરીને પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને લગભગ ત્રણ વર્ષ સુધી ‘સર્ચ ફોર લવ’થી દૂર થઈ ગયો.

જ્યારે બારમાં પ્રેમ થયો…

પરંતુ એક દિવસ જોશ વુડ Chelsea ના એક બારમાં ચેમ્પિયન્સ લીગની ફાઈનલ જોઈ રહ્યો હતો. દરમિયાન જોશને ત્યાં એક યુવતી દેખાઈ, જેણે તેનું ધ્યાન ખેંચ્યું. જોશ વુડ કહે છે કે હું પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. મેં તેની સાથે વાત કરવાનું મન બનાવ્યું અને સીધો તેની સીટ પાસે ગયો.

જોશે જણાવ્યું ‘મેં યુવતીને હેલો… કહ્યું અને વાત શરૂ કરી.’ છોકરીનું નામ લિસા હતું. તે દિવસથી શરૂ થયેલી વાત હવે સંબંધમાં બદલાઈ ગઈ છે. કપલ હાલ સુખી છે.

આ ઘટના બાદ જોશ વૂડે પોતાની એક એપ Bloc (Social Events App) બનાવી, જે એક પ્રકારની ડેટિંગ એપ છે. તેના યુઝર્સ સ્ટેડિયમ, રેસ્ટોરન્ટ, બાર સહિત દરેક સાર્વજનિક સ્થળે ‘ચેક ઇન’ કરી શકે છે અને પોતાની પ્રોફાઇલ મુજબ મેચિંગ પાર્ટનર્સને મળી શકે છે.

જોશનું કહેવું છે કે તેની એપ અન્ય ડેટિંગ એપથી અલગ છે કારણ કે તેમાં સેફ્ટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેની એપ જાહેર સ્થળે મીટિંગનું સ્થળ નક્કી કરવામાં મદદ કરે છે. માત્ર થોડા વર્ષોમાં જ તેની એપ્લિકેશનના 200,000 થી વધુ યુઝર્સ થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed

રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી

Karan
GSTV