GSTV
Trending Videos Viral Videos

Viral Video / વિશાળ કોબ્રાને હાથમાં લઇ ડાન્સ કરતો યુવક, વીડિયો જોઈ લોકોએ આપી અલગ-અલગ પ્રતિક્રિયા

ઇન્ટરનેટ પર પોપ્યુલર થવા માટે લોકો શું નથી કરતા. ઘણા લોકો પોતાના વીડિયો અને ફોટો પર લાઈક્સ અને કોમેન્ટ મેળવવાની ઈચ્છામાં પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. હવે વાયરલ થઈ રહેલો આ વીડિયોને જ જોઈ લો. જેમાં એક યુવક વિશાળ કોબ્રા સાથે ડાન્સ કરતો જોવા મળે છે. જે રીતે યુવક હાથમાં કોબ્રા લઈને ડાન્સ કરે છે, તે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ વીડિયો જોયા પછી લોકો કહે છે કે તે પાગલપન છે.

dog attacked cobra

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ઘરમાં એક વિશાળ બ્લેક કોબ્રા પાસે બેઠો છે. જ્યારે બીજા બે નાના બાળકો નજીકમાં જ દરવાજા પાસે ઉભેલા જોવા મળે છે. આ દરમિયાન જે રીતે યુવક કોબ્રાને હાથથી પકડીને તેની સાથે ડાન્સ કરે છે જાણે કે તે કોઈ રમકડું હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોબ્રા કેટલો ડરામણો દેખાય છે. પણ યુવક તેનાથી જરાય ડરતો નથી. તે તેની સાથે ડાન્સ કરવાનું ચાલુ રાખે છે, તેની આંખોથી તેને સતત એટ્રેક્ટ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન કોબ્રાએ યુવકને જરાય નુકસાન પહોંચાડ્યું ન હતું. નહિંતર આવા વિશાળ કોબ્રા ક્ષણભરમાં કોઈનો પણ જીવ લઈ શકે છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર helicopter_yatra_ નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 24 ઓક્ટોબરના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોયા પછી લોકો સતત તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે પ્રશ્ન કરતા લખ્યું કે આ યુવક જીવિત છે? જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ વીડિયોને જોયા પછી આંખો પર વિશ્વાસ નથી થતો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે હું આ વીડિયોને પાગલપન કહીશ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Read Also

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV