GSTV
Trending Videos Viral Videos

Viral Video/ કપલને લૂંટવા આવ્યા હતા બદમાશ, છોકરાએ દોડાવી-દોડાવીને માર માર્યો

એક કપલ કઈક જઈ રહ્યું હતું ત્યારે હેલમેટ પહેરેલા બે બાઈક સવાર બદમાશો લૂંટવાના ઈરાદે તેમની પાસે આવે છે. પરંતુ આ બદમાશોને અંદાજ જ નહિ હોય કે બીજી જ ક્ષણે તેમને માર પડવાનો છે. જેવો જ બદમાશ લૂટવાનો પ્રયાસ કરે છે તેવો જ છોકરો હિરોની માફક એક્ટિવ થઈ જાય છે. આ પછી છોકરો બદમાશને દોડાઈ દોડાઈને મારે છે. પૂરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બદમાશ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો અને છોકરી કઈક જતા હોય છે, ત્યારે જ બાઈક પર સવાર બે બદમાશ તેમનો રસ્તો રોકે છે આ પછી તેમને લૂંટવાની કોશિશ કરે છે. પરંતુ છોકરો ચેતી જાય છે અને બદમાશ પર તૂટી પડે છે આ જોઈને બીજો બદમાશ ડરી જાય છે અને ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે. પરંતુ જયા સુધી પોલીસ નથી આવતી ત્યાં સુધી બદમાશ ત્યા આવેલા બદમાશને ઢોર માર મારે છે.

બદમાશને મજા ચખાડવાવાળા આ છોકરાનો વીડિયો ટ્વીટર પર @vichoguate નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. તેના પર યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે કોમેન્ટ કરી કે છોકરાએ હિરોની જેમ બદમાશોને મજા ચખાડી છે. બીજાએ કહ્યું કે આમ જ ચાલતું રહ્યું તો બદમાશોની ખેર નથી. એક અન્ય યૂઝરે લખ્યું કે છોકરાની હિંમતની દાદ આપવી જોઈએ. તેના સાહસને જોઈને બીજો બદમાશ તેની પાસે ફરક્યો પણ નહિ.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV