Last Updated on February 12, 2021 by Bansari
લોખંડ અથવા ચુંબકની કોઇપણ વસ્તુ ખાવી જીવ માટે જોખમી સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો બ્રિટનમાં ગ્રેટર માન્ચેસ્ટરનો સામે આવ્યો છે. જ્યાં એક 12 વર્ષના છોકરાએ મેગ્નેટિક મેન બનવાના ચક્કરમાં 54 મેગ્નેટિક બૉલ ખાઇ લીધાં.

એક-એક કરીને 54 મેગ્નેટિક બૉલ ગળી ગયો
હકીકતમાં આ કિસ્સો ગ્રેટર માન્ચેસ્ટરના પ્રેસવિચનો છે, અહીં 12 વર્ષના છોકરા રાઇલી મૉરીસન એક-એક કરીને 54 મેગ્નેટિક બૉલ ગળી ગયો. તે જોવા માંગતો હતો કે શું આ મેગ્નેટ્સને ગળ્યા બાદ તેનું પેટ તે જ રીતે નજીક આવવા પર ધાતુને આકર્ષી લે છે, જે રીતે ધાતુ કોઇ મેગ્નેટને ચોંટી જાય છે.

એક અહેવાલ અનુસાર રાઇલી મૉરીસન નામના છોકરાને આ પ્રયોગ એટલો ભારે પડ્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને માંડ તેનો જીવ બચાવી શકાયો. આ મામલે ખુલાસો પણ રસપ્રદ રીતે થયો જ્યારે તેણે તેની માતાને જણાવ્યું કે તેના પેટમાં દુખાવો થઇ રહ્યો છે.

6 કલાકની સર્જરી બાદ જીવ બચાવી શકાયો
એક દિવસ રાઇલીએ રાતના 2 વાગે પોતાની માતાને જગાડીને જણાવ્યું કે તેણે ભૂલથી બે મેગ્નેટિક બૉલ ગળી લીધાં. જ્યારે તેને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે જ્યારે ચેક કર્યુ તો તેને હોશ ઉડી ગયાં. 6 કલાકની સર્જરી બાદ તેનો જીવ બચાવી શકાયો. તેના પેટમાંથી 54 મેગ્નેટિક બૉલ કાઢવામાં આવ્યા.

રિપોર્ટ અનુસાર, રાઇલીની માતાએ જણાવ્યું કે 10 દિવસ સુધી તેને ફક્ત ટ્યૂબથી ખાવા-પીવાનું આપવામાં આવ્યુ. તેણે જણાવ્યું કે તેનો દિકરો સાયંસમાં રસ ધરાવે છે અને અવારનવાર અનેક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગ કરતો રહે છે. પરંતુ તે આવું કરશે, તેને તેનો વિશ્વાસ ન હતો.
Read Also
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
