GSTV
Home » News » પોલીસને ફોન કરી બાળકે કર્યુ ફૂડ ઓર્ડર, પોલીસ પહોંચી ઘરે લઈને બર્ગર

પોલીસને ફોન કરી બાળકે કર્યુ ફૂડ ઓર્ડર, પોલીસ પહોંચી ઘરે લઈને બર્ગર

તમે ઓનલાઈન કે પછી મોબાઈલ પર ઓર્ડર આપીને ખાવાનું મંગાવતા હશો, પરંતુ શુ તમે ભૂલથી પોલીસને કોલ કરીને ખાવાનો ઓર્ડર આપ્યો છે? તમે વિચારતા હશો કે, કોઈ પોલીસને ખાવાનો ઓર્ડર શા માટે કરે? પરંતુ અમેરિકામાં પાંચ વર્ષના માસૂમ બાળકે પોલીસને કોલ કરીને બર્ગર ઓર્ડર કર્યો હતો. અને પોલીસ બર્ગર લઈને આવી પણ ગઈ.

અમેરિકાના મિશિગનમાં ઈઝિયાહ હૉલ નામનો પાંચ વર્ષનો બાળક તેની દાદી સાથે રહે છે. તો દાદી જ્યારે સૂઈ ગયા ત્યારે બાળકને ભૂખ લાગતા તેણે 911 નંબર પર કોલ કરી દીધો હતો. તમને જણાવી દઈએકે, મિશિગન પોલીસનો નંબર 911 છે. માસૂમ બાળકે કહ્યુકે, તમે મારા માટે મૅકડોનાલ્ડમાંથી બર્ગર લાવી શકો છો? જેના જવાબમાં પોલીસકર્મી મહિલાએ કહ્યુ હતુકે, હુ નહી લાવી શકું. ફોન ઉપાડનારી પોલીસકર્મીએ આ મામલાની જાણકારી પોતાના સિનીયર ઓફિસર ડૈન પીટરસનને આપી હતી. ત્યારે ઓફિસરે બાળકના ઘરે જઈને બધુ બરાબર છેકે નહી તેની તપાસ કરવાનું નક્કી કર્યુ. ત્યારે બાળકનાં ઘરે જવાના સમયે બાળક માટે રસ્તામાંથી મૅકડોનાલ્ડનું બર્ગર લઈને ઘરે પહોંચ્યા હતા. ઘરે જઈને પરિસ્થિતીનો યોગ્યા તાગ મેળવ્યા બાદ પોલીસે બાળકને બર્ગર આપ્યુ હતુ. બર્ગર જોઈને બાળક ખુશ થઈ ગયુ હતુ.

Read Also

Related posts

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Riyaz Parmar

લોકસભા 2019: આ દિગ્ગજ નેતાઓ માત્ર હાર્યા નથી,પરંતુ થયા ઘરભેગા

Riyaz Parmar

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન ખતરામાં, જાણો શું થઈ શકે છે?

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!