ડેબ્યૂ કરતાં જ મયંક અગ્રવાલે તોડ્યો 71 વર્ષ જૂનો રેકોર્ડ, બન્યો આ સિદ્ધી મેળવનાર પ્રથમ ક્રિકેટર

ટીમ ઇન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલ માટે બુધવારનો દિવસ ડેબ્ઊ કરવા માટે ખૂબ જ ખાસ બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક મેલબર્ન સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂ કરતાં જ મયંકે ખાસ ઉપલબ્ધિ પોતાના નામે નોંધાવી છે. 27 વર્ષીય મયંક ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 295મો ખેલાડી બની ગયો છે. મયંકે આ સાથે જ એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. તે મેલબર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર ટીમ ઇન્ડિયાનો પહેલો ક્રિકેટર બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યૂ કરનાર મયંક બીજો ક્રિકેટ બન્યો છે. અગાઉ 1947-48માં સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમીર ઇલાહીએ ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યુ હતુ. ઇલાહી ભારતના 40મા ટેસ્ટ ક્રિકેટર બન્યા છે.

જણાવી દઇએ કે મયંક અગ્રવાલને કેએલ રાહુલ અને મુરલી વિજયના ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી તે બાદ સ્થાન મળ્યું છે. અગાઉ પૃથ્વી શૉ પણ ઇજાગ્રસ્ત થયો જે બાદ મયંકના નામ પર વિચાર કરવામાં આવ્યો. રાઇટ આર્મ બેટ્સમેને ઘરેલૂ ક્રિકેટમાં ઘણાં રન બનાવ્યા છે જેનું ઇનામ તેને બોક્સિંગ ડે ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તકથી મળ્યું છે.

આ ક્રિકેટરે નવેમ્બર 2017માં ધરેલૂ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલના નામે લિસ્ટ ‘એ’ની 75 મેચોમાં 3605 રન છે. જ્યાં તેની સરેરાશ 48.71 રહી. સ્ટ્રાઇડ રેટ 100.72ની છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બેટ્સમેને 46 મેચની 78 ઇનિંગ્સમાં 49.98ની બેટિંગ સરેરાશથી 3599 રન બનાવ્યાં હતા.

સપ્ટેમ્બર 2017ના તેના તમામ ફોર્મેટમાં પ્રદર્શન પર નજર કરીએ તો ચોંકાવનારા આંકડા સામે આવે છે. આ દરમિયાન પહેલી 6 ઇનિંગમાં તે 94 રન જ બનાવી શક્યો છે. પરંતુ રણજી ટ્રોફીની આગામી ઇનિંગ (નવેમ્બર 2017)માં મયંકે અણનમ ત્રેવડી સદી (304) ફટકારી હતી. અને ત્યારથી 75 ઇનિંગમાં (ત્રણેય ફોર્મેટ) મયંકે 56.40ની સરેરાશથી 4005 રન બનાવ્યા છે જેમાં તેના 13 સદી અને 16 અડધી સદી ફટકારી.

મયંક અગ્રવાલે રણજીના 2017-18 સીઝનમાં એક એવી સિદ્ધી મેળવી જે આજ સુધી કોઇ ભારતીય બેટ્સમેન કરી શક્યુ નથી. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સચિન-સહેવાગ જેવા દિગ્ગજો પણ આ રેકોર્ડ બનાવી શક્યા નથી. હકીકતમાં મયંક અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ફક્ત એક મહિનામાં 1033 ફટકાર્યા. આવું કરનાર તે ભારતના એકમાત્ર બેટ્સમેન છે. જો કે એક મહિનામાં સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ ધુરંધર સર લેન હટનના નામે છે જેમણે જૂન 1949માં સૌથી વધુ 1294 રન બનાવ્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter