મેરિકોમે પોલેન્ડની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માત્ર ચાર કલાકમાં બે કિલો વજન ઓછો કરી નાખ્યો

ચાર કલાકમાં બે કિલો વજન ઓછું કરવું આ વાત સાંભળીને નવાઇ લાગશે, પણ આવું બન્યું છે. અને આ કારનામો કરી બતાવ્યો છે ભારતની મેરિકોમે. મેરિકોમ પોલેન્ડના ગિલવાઇસમાં 13મી સિલેસિયન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગઇ હતી. જ્યાં પહોંચતા તેને ખ્યાલ આવ્યો કે ટુર્નામેન્ટ માટે તેનો વજન બે કિલો વધારે છે. અને તેણે બે કિલો વજન ઓછો કરી નાખ્યો. ન માત્ર  વજન પરંતુ મેરિકોમે આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો.

પાંચ વખત વિશ્વ ચેમ્પિયન રહેલી મેરિકોમ જ્યારે પરત ફરી ત્યારે તેણે આ વિશે કહ્યું કે, ‘અમે લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યે પોલેન્ડ પહોંચ્યા હતા. ટુર્નામેન્ટ માટે વજન માપવાનો સમય સવારે સાડા સાત વાગ્યે હતો. મારે 48 કિલોવર્ગમાં ભાગ લેવાનો હતો. એટલે કે મારો વજન 2 કિલો વધારે હતો.’

પરંતુ 35 વર્ષીય આ બોક્સરે એ કરી બતાવ્યું આ માટે તેણે કહ્યું કે, ‘મારી પાસે વજન ઓછો કરવા માટે ચાર કલાક હતા. જો હું આ ન કરત તો હું ડિસક્વોલિફાઇ થઇ જાત, મેં લગભગ એક કલાક સુધી સ્કીપીંગ કરી અને પછી વજન કરાવવા માટે હું ત્યાં પહોંચી. અને વજન માપતા બે કિલો ઓછો નીકળ્યો.’

મેરિકોમે કહ્યું કે, પોલેન્ડની ફ્લાઇટ આખી ખાલી હતી જેના કારણે હું આરામ કરી શકી બાકી મને નહોતું લાગી રહ્યું કે આ મેચ હું પૂરો કરી શકેત.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter