GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

એશિયન ગોલ્ડમેડાલિસ્ટ બોક્સર ડિંગકો સિંઘ કોરોનાગ્રસ્ત, કેન્સર સામે પણ લડી રહ્યા છે જંગ

ડિંગકો

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય બોક્સર ડિંગકો સિંઘ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ડિંદકો સિંઘને થોડા દિવસ અગાઉ કેન્સરની સારવાર માટે તાત્કાલિક ઇમ્ફાલથી દિલ્હી એરલિફ્ટ કરાયા હતા. હકીકતમાં ડિંગકો છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાય છે. લોકડાઉનને કારણે તેઓ દિલ્હી પહોંચી શકતા ન હતા. તાજેતરમાં જ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ઇમ્ફાલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. પણ ત્યાં તેમને કોરોના લાગી ગયો.

લોકડાઉનમાં હાલત લથડી

41 વર્ષીય ડિંગકો સિંઘને લીવરનું કેન્સર છે. તેમની સારવાર દિલ્હીમાં ચાલી રહી છે. થોડા સમય અગાઉ તેઓ પોતાના વતન ઇમ્ફાલ ગયા હતા જ્યાં તેઓ લોકડાઉનમાં ફસાઈ ગયા હતા અને સારવાર નહીં મળતા તેમની હાલત લથડી હતી. 25મી એપ્રિલે તેમને દિલ્હી પહોંચડાવામાં આવ્યા હતા. દિલ્હી આવવાના ઘણા સમય અગાઉ તેમની રેડિયોથેરાપી થનારી હતી પરંતુ તેમાં વિલંબ થયો હતો.

ડિંગકોએ જારી કર્યો વીડિયો મેસેજ

દિલ્હી આવ્યા બાદ ભારતીય બોક્સિંગ ફેડરેશને ડિંગકોનો વીડિયો સંદેશ શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું એમ્બ્યુલન્સની વ્યવસ્થા નહીં થાય તો મારી તબિયત વધારે ખરાબ થઈ શકે તેમ હતી. હું દિલ્હી આવવા માગતો હતો પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય બન્યું ન હતું. મારા માટે આ જરૂરી હતું. ડોક્ટરોએ પણ મને તાકીદે આવી જવા કહ્યું હતું પરંતુ મારા માટે અશક્ય હતું અને હું ડિપ્રેશનમાં આવી ગયો હતો.

1998માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલા ડિંગકોની મદદ માટે રમત પ્રધાન કિરણ રિજીજુએ મણીપુર સરકારને તપાસ કરવા કહ્યું હતું. ભારતના લોકપ્રિય બોક્સર વિજેન્દ્રસિંહે પણ ડિંગકોની મદદ કરી હતી.

Read Also

Related posts

કોરોના મહામારી વચ્ચે આ સરકારી બેંક આપી રહી છે તેના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ

Mansi Patel

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

Harshad Patel

રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલે ભર્યું ફોર્મ, જીતની વ્યક્ત કરી આશા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!