GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

બોલીવુડ: 2019ની સરખામણીમાં 2020ના પ્રથમ ભાગમાં 1565 કરોડ રૂપિયાનું નુકસાન

કોરોના વાયરસના કારણે બોલીવુડ ઈંડસ્ટ્રી માટે વર્ષ 2020 ખૂબ જ ખરાબ રહ્યુ છે. 100 દિવસથી પણ વધારે સંપૂર્ણ દેશમાં સિનેમાઘર બંધ પડ્યા છે. જે કારણે હિંદી બોક્સ ઓફિસ પર ખૂબ ઊંડી અસર પડી છે. આ વાયરસના કારણે ઉદભવેલી પરિસ્થિતિયોના કારણે બોલીવુડને ભારે નુકસાન થયુ છે. વર્ષ 2019 અને 2020ના ફર્સ્ટ હોફમાં ફિલ્મોની કમાણીની સરખામણી કરીએ તો, આ પ્રકારના આંકડા સામે આવે છે.

આ ફિલ્મોથી ચાલ્યુ કામ

વર્ષ 2020ની શરૂઆતમાં આવેલી કેટલીક ફિલ્મોએ સારી કમાણી કરી લીધી હતી, નહીતર આંકડો જોવાલાયક પણ ન હતો. ફિલ્મ ‘તાન્હાજી’ દ અનસંગ વોરિયર (279.55 કરોડ), ‘સ્ટ્રીટ ડાંસર 3D’ (68.28 કરોડ), ‘શુભ મંગલ સાવધાન’ (60.78 કરોડ) અને ‘બાગી 3’ (93.97 કરોડ) એ બોક્સ ઓફિસને મેનેજ કર્યુ છે અને ફર્સ્ટ હોફમાં લગભગ 775 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કમાણી પણ વર્ષના ફર્સ્ટ ક્વાટરની છે. તો વર્ષનો સેકન્ડ હોફ નિલ છે.

2019 માં આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરી કમાલ

વર્ષ 2019 બોલિવુડ માટે સારું રહ્યું અને ફર્સ્ટ ભાગમાં 2340 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણીમાં હોલીવુડની ફિલ્મ ‘એવેન્જર્સ: એન્ડગેમ’ (373.22 કરોડ) નું કલેક્શન પણ સામેલ છે. ગયા વર્ષે પહેલા ભાગમાં ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ (245.36 કરોડ), ‘મણિકર્ણિકા: દ ક્વીન ઓફ ઝાંસી’ (92.19 કરોડ), ‘ગલી બોય’ (140.25), ‘ટોટલ ધમાલ’ (154.23 કરોડ), ‘લુકા ચૂપ્પી’ ( 94.75 કરોડ), ‘બદલા’ (87.99 કરોડ), ‘કેસરી’ (154.41 કરોડ), ‘કલંક’ (80.35 કરોડ), ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (69.11 કરોડ), ‘દે દે પ્યાર દે’ (103.64 કરોડ), ‘ભારત’ (211.07 કરોડ), ‘કબીર સિંઘ’ (278.24 કરોડ), અને ‘આર્ટિકલ 15’ (65.45 કરોડ) ની કમાણી કરી હતી.

હજુ નક્કી નહી ક્યારે ખુલશે થીયેટર

એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે, વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2020 પાછળ ચાલી રહ્યુ છે, પરંતુ તે સત્ય છે. વર્ષ 2020ના ફર્સ્ટ હોફમાં 2019ની સરખામણીમાં 1565 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. હજુ પણ નક્કી નથી કે, ક્યારે થીયેટરને ખોલવામાં આવશે. આ રીતે તે માનવુ જોઈએ કે, આ અંતર સમયની સાથે વધતુ જશે.

READ ALSO

Related posts

દુનિયામા Coronaના કેસની સંખ્યા 1.26 કરોડને પાર, 5.62 લાખના મોત

Arohi

અડધુ અમદાવાદ કન્ટેઇનમેન્ટ ઝોનમાં: નવા 167 એરિયા સાથે યાદી લાંબી થઇ, ચેક કરી લો તમારો વિસ્તાર તો નથી ને!

Bansari

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!