GSTV
Gujarat Government Advertisement

ઈન્ડિયન ટીમનાં આ બોલરને ટાઈ ટેસ્ટ અને ડ્ર્ગ્સ માટે જાણીતો છે, સચિન કરતાં પણ નાની ઉંમરમાં છે ડેબ્યૂનો રેકોર્ડ

Last Updated on June 15, 2020 by pratik shah

ભારતે બિશનસિંઘ બેદી જેવા મહાન લેફ્ટ આર્મ સ્પિનર આપ્યા છે ભારતીય ધરતી પર સ્પિન બોલરની ક્યારેય અછત રહી નથી. બેદીની નિવૃત્તિ બાદ ભારતને તેમના જેવો જ એક સ્પિનર મળ્યો હતો પરંતુ ક્રિકેટ સિવાયના કારણોસર તેની કરિયર ઝડપથી સમાપ્ત થઈ ગઈ હતી.  સ્પિનર એટલે મનીન્દરસિંઘ. ગઇકાલે 13મી જૂને મનીન્દરસિંઘનો જન્મદિવસ હતો. માત્ર 17 વર્ષની વયે તેની કારરિર્દીનો પ્રારંભ થયો હતો પરંતુ 27 વર્ષની વયે તો તેની કારકિર્દી પૂરી થઈ ગઈ હતી.

મનીન્દરસિંઘને બે ઘટનાઓ માટે યાદ રખાય છે

મનીન્દરને શિવરામકૃષ્ણન, વિનોદ કાંબલી કે નરેન્દ્ર હિરવાણી જેવા ક્રિકેટરની કક્ષામાં મૂકી શકાય જેઓ અત્યંત પ્રતિભાશાળી હતા અને તેમનો પ્રારંભ પણ ધમાકેદાર રહ્યો હતો પરંતુ તેમની કરિયર લાંબી ચાલી ન હતી. જોકે મનીન્દરસિંઘને તેની બોલિંગ કરતા બે અન્ય ઘટનાઓ માટે યાદ રખાય છે. ટેસ્ટ ઇતિહાસમાં માત્ર બે  જ મેચ ટાઈમાં પરિણમી છે અને તેમાંની એક એટલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1985માં રમાયેલી ચેન્નાઈ ખાતેની ટેસ્ટ. આ મેચમાં છેલ્લે મનીન્દરસિંઘ ઓફ સ્પિનર ગ્રેગ મેથ્યુઝની બોલિંગમાં લેગબિફોર થયો અને મેચમાં ટાઈ પડી. આ ઉપરાંત મનીન્દર ડ્રગ્સમાં સંડોવાયો અને તેને પોલીસની કસ્ટડીમાં અને ત્યાર બાદ જેલમાં રહેવું પડ્યું હતું.

ઓછી વયે ટેસ્ટ રમવાનો રેકોર્ડ તેના નામે

1965માં પૂણે ખાતે જન્મેલા મનીન્દરસિંઘે 1982માં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન કરાચી ખાતે ભારત માટે પહેલી ટેસ્ટ રમી હતી. એ વખતે ભારત માટે સૌથી ઓછી વયે ટેસ્ટ રમવાનો રેકોર્ડ તેના નામે હતો જે 1989માં સચિન તેંડુલકરે તોડ્યો હતો. કરાચી ટેસ્ટમાં ભારતનો ઇનિંગ્સથી પરાજય થયો હતો અને મનીન્દરના ફાળે એકેય વિકેટ આવી ન હતી. તેણે કરિયરમાં 35 ટેસ્ટ રમીને 88 વિકેટ ઝડપી હતી. બે વાર તો તેણે મેચમાં દસ વિકેટ ખેરવી હતી.

ઐતિહાસિક ટાઈ ટેસ્ટનો સાક્ષી રહ્યો

ચેન્નાઈ ખાતેની એ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા ભારતને 348 રન બનાવવાના હતા. ભારતનો સ્કોર નવ વિકેટે 344 રન હતો ત્યારે છેલ્લી ઓવરમાં ચાર રનની જરૂર હતી. પહેલા બોલે એકેય રન આવ્યો નહીં અને રવિ શાસ્ત્રીએ બીજા બોલે બે રન લીધા. ત્રીજા બોલે શાસ્ત્રીએ એક રન લીધો અને હવે મનીન્દરનો વારો આવ્યો. ચોથો બોલ ખાલી ગયો અને પાંચમા બોલે મેથ્યુઝે મનીન્દરને લેગબિફોર કરી દીધો. આમ મનીન્દર એક રન કરી શક્યો નહીં. એવો પણ વિવાદ ચગ્યો હતો કે તે લેગબિફોર ન હતો કેમ કે બોલ તેના બેટને સ્પર્શ્યો હતો. જોકે આ એક રન નહી કરી શકનારા મનીન્દરે દિલ્હી માટે રણજી ટ્રોફીમાં ઓપનિંગ કરીને સદી પણ ફટકારેલી છે.

1990 બાદ ભારતીય ટીમમા તેની આવનજાવન જારી રહી હતી. પણ તે પસંદગીકારોને પ્રભાવિત કરી શક્યો  ન હતો. ભારતીય ટીમમાં સ્થાન નહીં મળતા હતાશ મનીન્દર શરાબ અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. એક વાર તો તેણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને ડ્રગ્સનું સેવન કરવા બદલ જેલમાં ધકેલી દીધો હતો. જોકે મનીન્દરે આ  આદત છોડી દીધી અને હાલમાં સ્વસ્થ જીવન વીતાવે છે. 2000ની સાલની આસપાસ તેણે ટીવી પર કોમેન્ટરી પણ આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!