GSTV

ભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, મોતની સજાના વિરોધમાં અપીલ કરી શકે છે Kulbhushan Jadhav

Kulbhushan Jadhav,

ભારતના કડક વલણને લઈને Kulbhushan Jadhav મામલે હવે પાકિસ્તાનની અક્કડ ઢીલી પડી ગઈ છે. પાકિસ્તાન હવે પોતાના નિર્ણય પરથી પીછેહઠ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે.

India With Kulbhushan Jadhav

Kulbhushan Jadhav મામલે પાકિસ્તાનનો નવો ખેલ

પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે.  જોકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે,. ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી કરવા માંગે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે જાધવ પર સ્પષ્ટરીતે આ મામલે અરજી દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. અનુરાગે આને જાધવ પાસે રહેલ અપર્યાપ્ત ઉપાયોથી પણ વંચિત રાખવાના શરમજનક પ્રયાસ ગણાવ્યો છે.

Kulbhushan Jadhav મામલે પાકિસ્તાને ફરી મારી પલટી

જણાવી દઈએ કે, બુધવારે બપોરે પકિસ્તાને જાધવે મોતની સજાના વિરોધમાં અપીલ કરવાનો ઇન્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું, સાંજે પોતાના જ નિવેદનથી પલટી મારતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે દક્ષિણ એશિયા મુદ્દાઓના મહાનિર્દેશક જનરલ ઝાહીદ હાફિઝ અને વધારાના એટર્ની જનરલ અહમદ ઇરફાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે જાધવ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સિલર અધિકારી અપીલ અને સમીક્ષા અરજી કરી શકે છે,

READ MORE

Related posts

વીમા કંપનીઓની મનમાની/ ઈરડાના આદેશ છતાં કોરોના સારવારના ખર્ચ નથી ચૂકવવા તૈયાર, વધી શકે છે વિવાદ

Ankita Trada

કામના સમાચાર/ વિદેશ જવા માટે તમારો પાસપોર્ટ નહીં ચાલે : આ બીજા પાસપોર્ટની પણ પડશે જરૂર, બની શકે છે આ ફરજિયાત

Karan

OMG : જાદુઈ રેતીને ગરમ કરવા પર બની જશે સોનુ! ઝવેરીએ 50 લાખના આભૂષણ આપી ખરીદી, જાણો પછી શું થયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!