GSTV
Gujarat Government Advertisement

આ તસવીરમાં એવું તો શું છે કે થઈ છે વાયરલ, જોઈ લો ક્યારેય ના જોયો હોય એવો છે નજારો

અવકાશથી દુનિયા ઘણી અલગ દેખાય છે. એવું ઘણું બધુ છે જે આપણે પૃથ્વી પર રહીને નથી જોઈ શકતા. આમ તો સૌ જાણે છે કે સૂરજના ઉગવા પર દિવસ થાય છે અને ઢળવા પર રાત પડે છે. પરંતુ દિવસ-રાત સાથે જોડાયેલી એક તસવીર એસ્ટ્રોનોટ બોબ બેહન્કેને ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.

આ તસવીરમાં લોકોને દિવસ અને રાત વચ્ચે બારીક અંતર જોવા મળે છે. હકીકતે, ફોટામાં રાત અને દિવસ વચ્ચેની સીમા સ્પષ્ટ નજરે પડી રહી છે. એટલે કે ફોટામાં દિવસને રાતમાં પલટતા જોઈ શકાય છે. આ ફોટો એસ્ટ્રોનેટ બોબે 29 જૂનના રોજ શેર કરી હતી. જે ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે અને લાખો લોકો પસંદ કરીને રીટ્વીટ કરી રહ્યા છે.

 તેમણે કેપ્શનમાં લખ્યું કે, આપણા પ્લાનેટનો મારો મનગમતો નજારો. જેમાં દિવસ અને રાત વચ્ચેની સીમા સુંદરતાથી જોઈ શકાય છે. નાસાની વેબસાઈટ અનુસાર, રોબર્ટ એલ બહન્કેન એટલે કે બોબ બેહન્કેન સ્પેસ એક્સ મિશન માટે 30 મે 2020ના રોજ લોન્ચ થયેલા કમાન્ડર ઓપરેશન હેઠળ અવકાશમાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!