GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ, જાણો કઈ જગ્યાએ મેઘરાજાએ કેટલું હેત વરસાવ્યું

સૌરાષ્ટ્રમાં આજે પણ અવિરત અડધાથી નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને દ્વારકા, જૂનાગઢ, અમરેલી, જામનગર જિલ્લો જળબંબોળ બન્યા હતાં. માણાવદરનાં ગ્રામ્ય વિસ્તારોમાં નવ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. જયારે ખંભાળિયામાં તોફાની સાત ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. આજે જામજોધપુરમાં સાડા પાંચ ઈંચ તો દીવ, વિસાવદર, માંગરોળમાં પાંચ ઈંચ તથા જૂનાગઢ, કોડીનાર, વંથલી, માણાવદરમાં ચાર ઈંચ વરસાદથી ‘સ્થળ ત્યાં જળ’ જેવી સ્થિતિ જોવા મળી હતી.

રાજકોટ જિલ્લામાં આજે પણ મેઘાવી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટા ચાલુ રહ્યા હતાં. રાજકોટ શહેરમાં ઝરમર ૨ મી.મી. વરસાદ પડયો હતો. ધોરાજીમાં ગઈકાલે રાતથી આજે સાંજ સુધીમાં બે ઈંચ અને લોધીકામાં દોઢ ઈંચ તથા જેતપુર અને જામકંડોરણામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે પડધરી અને વિંછીયામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

મોટીપાનેલીમાં ગત રાત્રે બે વાગ્યાથી મુશળધાર વરસાદ ચાલુ થયો હતો અને આજે સાંજ સુધીમાં સાત ઈંચ વરસી જતાં ફૂલઝર નદીમાં પુર આવ્યું હતું. પાનેલી તળાવ પણ ૪૭ ફૂટ  ભરાતા હવે માત્ર ૫ ફૂટ બાકી રહ્યું છે. મોરબી જિલ્લામાં આજે છૂટા છવાયા ઝાપટા વચ્ચે ટંકારામાં ૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. પર્ટયનધામ દીવમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદથી ઠેર-ઠેર ગોઠણડૂબ પાણી ફરી વળ્યા હતાં.

જામનગર જિલ્લામાં પણ આજે ખાસ કરીને જામનગર શહેર અને જામજોધપુરમાં ફરી એક વખત મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. જામનગર શહેરમાં બપોરે ત્રણ વાગ્યાથી જોરદાર વરસાદ શરૂ થયો હતો અને અઢી કલાકમાં ત્રણ ઈંચ વરસી જતાં પાણી – પાણી થઈ ગયું હતું. આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ  બે – ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.

એ જ રીતે જામજોધપુરમાં ગત રાત્રે દોઢ ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોરે અનરાધારચાર ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો. જામજોધપુરના તરસાઈ ગામે સવારથી સાંજ સુધીમાં ત્રણઈંચ વરસાદ પડયો હતો અને ઈંદરીયા તથા બિલેશ્વરી નદીમાં પુર આવ્યું હતું. આ ઉપરાંત કાલાવડ, જોડીયા અને લાલપુરમાં પણ આજે એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે દ્વારકામાં માત્ર ઝાપટું તો ભાણવડ અને કલ્યાણપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો, પણ ખંભાળિયામાં બપોરે બે વાગ્યાથી મેઘરાજા રોદ્ર સ્વરૂપ ત્રાટકયા હતાં અને ચાર વાગ્યા સુધીમાં એટલે  કે, ફકત બે કલાકમાં જ અનરાધાર છ ઈંચ વરસાદ ખાબકી પડતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો.

બાદમાં ધીમી ધારે વધુ એક ઈંચ મળીને છ વાગ્યા સુધીમાં કુલ સાત ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં. જેથી ઘી નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું. અને ઘી ડેમમાં નવા નીરની ધીંગી આવક થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ  બેથી છ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી અવિરત વરસાદ ચાલુ રહેતા હવે લીલા દૂષ્કાળનો ભય ઉભો થયો છે. આવી સ્થિતિમાં ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં વધુ દોઢથી પાંચ ઈંચ વરસાદ વરસી પડતા લોકોમાં હવે ચિંતા પ્રસરવા લાગી છે. જેમાં માંગરોળ અને વિસાવદરમાં આજે સવારથી સાંજ સુધીમાં પાંચ ઈંચ વરસાદ પડતા અનેક મકાનોમાં પણ પ ાણી ઘુસી ગયા હતાં.

એ જ રીતે આજે જૂનાગઢ, વંથલી, માણાવદરમાં ચાર ઈંચ તો મેંદરડામાં બે ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર થઈ ગયો હતો. કેશોદ અને ભેસાણમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરનાં વડાળા, સીતાણા, નાનડીયા ગામે નવ ઈંચ, જીંજરી ગામે આઠ ઈંચ, મટીયાણામાં સાડા પાંચ ઈંચ, જીલાણા અને જાંબુડામાં ચાર ઈંચ વરસાદથી ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતાં.

પોરબંદર જિલ્લામાં દોડથી સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે જેના કારણે બખરલાથી ભાણવડ સુધીનો રસ્તો ત્રણ કલાક સુધી  બંધ રહ્યો હતો. પોરંદર જિલ્લા ઉપર છેલ્લા ૪ દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે ત્યારે બુધવારે પણ દિવસભર જીલ્લાભરમા વરસાદી વાતાવરણ સાથે દોઢ થી સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. 

બખરલા, નાગકા, કાટવાણા, અડવાણા, સોઢાણા, ફટાણા, શીશલી, શીંગડા સહિતના વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. બખરલા નજીક ઝર નામે ઓળખાતી નદીમાં બરડા ડુંગરમાંથી ભારે પાણી આવતા  બખરલા ભાણવડ વચ્ચેનો વાહન વ્યવહાર ત્રણ કલાક માટે પુરના કારણે ઠપ્પ થઈ ગયો હતો. આજુબાજુના વોંકળાઓમાં ઘોડાપુર આવ્યા છે તેમજ ખેતરો પાણીથી છલકાઈ ગયા હતાં જેના કારણે વિંજરાણા નજીક રોડનું પણ ધોવાણ થઈ ગયું હતું.

કુતિયાણા તાલુકામાં સવારથી સાંજ સુધીમાં ૭૮ મી.મી. સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે, જયારે પોરબંદર તાલુકામાં ૩૪ મી.મી. દોઢ ઈંચ તથા રાણાવાવ તાલુકામાં ૫૦ મી.મી. બે ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠરે-ઠેર પાણી ભરાઈ ગયા હતાં.

ડીઝસ્ટર વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે પોરબંદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૭૬૫ મી.મી. (૩૦.૫૦ ઈંચ), કુતિયાણા તાલુકામાં ૭૦૬ મી.મી. (૨૮ ઈંચ) તથા રાણાવાવ તાલુકામાં ૬૭૯ મી.મી. (૨૭ ઈંચ) વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં ગઈકાલ બાદ આજે પણ અડધાથી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેમાં ગઈકાલે મધરાતથી આજે સાંજ સુધીમાં સૌથી વધુ વડીયામાં ત્રણ ઈંચ તથા બગસરામાં બે ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ખાંભા અને જાફરાબાદમાં પોણો ઈંચ તથા અમરેલી, ધારી,  બાબરા, રાજુલા, લાઠી, સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. 

ગીર સોમનાથ જિલ્લામાં પણ અવિરત વરસાદથી હવે લોકો તોબા પોકારી ગયા છે. અને મેઘવરામ ઝંકી રહ્યાં છે. કોડીનારમાં ગત રાત્રે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જયારે વેરાવળમાં આજે ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી બસ સ્ટેન્ડ, રાજેન્દ્ર ભુવન રોડ વગેરે વિસ્તારો જળબંબોળ બન્યા હતાં. આજે તાલાલામાં પણ વધુ અઢી ઈંચ વરસાદથી માર્ગો પાણી-પાણી થયા હતાં. ઉના અને ગીરગઢડામાં આજે અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ડોળાસામાં પણ આજે બે ઈંચ વરસાદ  પડયો હતો.

કયાં કેટલો વરસાદ

ખંભાળિયા ૭
માણાવદર ગ્રામ્ય ૯
મોટી પાનેલી ૭
જામજોધપુર ૫.૫૦
દીવ ૫
વિસાવદર ૫
માંગરોળ ૫
જૂનાગઢ ૪
કોડીનાર ૪
વંથલી ૪
માણાવદર ૪
મેંદરડા ૨
કેશોદ ૨ાા
ભેસાણ ૨ાા
કુતિાયાણ ા ૩
રાણાવાવ ૨
પોરબંદર ૧ાા
અમરેલી ૦.૫૦
ધારી ૦.૫૦
બાબરા ૦.૫૦
રાજુલા ૦.૫૦
ઉના ૦.૫૦
વેરાવળ ૩
તાલાલા ૨ાા
ધોરાજી ૨
લોધીકા ૧ાા
જેતપુર ૧
જામકંડોરણા ૧
પડધરી ૦ાા
વિંછીયા ૦ાા
જામનગર ૩
તરસાઈ ૩
કાલાવડ ૧
જોડીયા ૧
લાલપુર ૧
ભાણવડ ૧
કલ્યાણપુર
વડીયા
બગસરા ૨
ખાંભા ૦.૭૫
જાફરાબાદ ૦.૭૫
લાઠી ૦.૫૦
સા.કુંડલા ૦.૫૦
ગીરગઢડા ૦.૫૦
ડોળાસા ૨

READ ALSO

Related posts

સ્ટુઅર્ટ બ્રોડને સ્થાને આવેલા આ ખેલાડીને આજે પણ નવાઈ લાગે છે કે તેને ટીમમાં કેવી રીતે મળ્યું સ્થાન

Bansari

ગુજરાત સરકારનો યુ ટર્ન, ટોચની ટાટા પાવર- અદાણી અને એસ્સારના વીજદર વધારાનો GR કર્યો રદ

pratik shah

CBI Recruitment 2020: CBIમાં સરકારી ભરતી, જોરદાર મળશે સેલરી, નજીક છે અરજીની છેલ્લી તારીખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!