GSTV
Home » News » વાહન ચલાવનારે શું શું ધ્યાન રાખવું એ તો આવી ગયું, પણ પાછળ બેસનારે આ ખાસ ધ્યાન રાખવું

વાહન ચલાવનારે શું શું ધ્યાન રાખવું એ તો આવી ગયું, પણ પાછળ બેસનારે આ ખાસ ધ્યાન રાખવું

કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટની જોગવાઇનો સુાૃધારા વાૃધારા સાથે ગુજરાતમાં આગામી  તા.૧૬ સપ્ટેમ્બરથી  કડક અમલ શરૃ થશે. જેમાં ખાસ કરીેને વાહન ચલાવનારા અને પાછળ બેસનાર બન્નેે વ્યકિતને હેલમેટ ફરિયાત પહેરવી પડશે. જો કે આઇએસઆઇ માર્કો વાળી જ હેલમેટ પહેરવી  પડશે,  હાલમાં લોકો દ્વારા પહેરવામાં આવતું તપેલી જેવુ હેલમેટ ચલાવી લેવામાં આવશે નહી, ઉપરાંત કારમાં આગળ બેઠેલી બન્ને વ્યકિતએ સીટ બેલ્ટ ફરજિયાત બાંાૃધવો પડશે.

ટ્રાફિક ડીસીપી તેજસ પટેલના જણાવ્યા મુજબ  તા. ૧૬મીથી મોટર વ્હીકલ એેકેટનો નવો કાયદો ગુજરાતમાં અમલમાંઆવશે,  જેથી ટુ વ્હીલર ચલાનારી વ્યક્તિએ ઘરમાં બે હેલમેટ વસાવવા પડશે, કારણ કે ટુ વ્હીલર પર ચલાનાર અને પાછળ બેઠેલી બન્ને વ્યક્તિએ ફરજિયાત હેલમેટ પહેરવી  પડશે. હેલમેટ નહી પહેરનારા વાહન ચાલક પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો કે હેલમેટ પણ અત્યારે જે લોકો તપેવી જેવી  પહેરે છે તે કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી તમામ વાહન ચાલકોેએ આઇએસઆઇ માર્કોવાળા જ હેલમેટ પહેરવી પડશે ઉપરાંત કારમાં આગળ બેઠેલી બન્ને વ્યક્તિએ સીટ બેલ્ટ ફરજિયાત પણે બાઁધવો પડશે અન હાઇવે જતા હોય ત્યારે  અંદર બેઠેલી વ્યકિતએ પણ પોતાની સલામતી માટે સીટ બેલ્ટ બાંધવો જોઇએ.

અમદાવાદ આરટીઓ એસ.પી. મુનિયાના જણાવ્યા મુજબ નવા ખરીદી કરેલા વાહનોમાં બે વર્ષ સુધી પીયુસીની જરૃર નાૃથી, બે વર્ષ બાદ દર છ મહિને પીયુસી પ્રમાણપત્ર  લેવું પડશે. ટ્રાફિક અિાૃધકારીના જણાવ્યા મુજબ ચાલુ વાહને મોબાઇલ પર કોઇપણ વ્યક્તિ કોઇપણ  ઉપકરણથી વાતચીત કરતી હશે તો ચલાવી લેવામાં આવશે નહી તેવી વ્યકિતને રૃા. ૫૦૦ દંડ ફકરાવાામાં આવશે. એટલું જ નહી ભયજનક વાહન હંકારવા બદલ આવા વાહન ચાલકો સામે પણ દંડની કાર્યવાહી હાાૃથ ધરવામાં આવશે. નવા નિયમો લાગુ પડવાની જાહેરાત થતાંની સાથે અમદાવાદમાં આજાૃથી પીયીસી કરાવવા તાૃથા હેલમેટની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડતા લાઇનો લાગી હતી.

READ ALSO


Related posts

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં તપેલી ખોપડીઓ પર તપેલીઓ રખાઈ, હેલમેટ ન મળતાં સાયકલ લઇ પહોંચ્યા કોર્ટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!