GSTV
Home » News » ભાજપના ટોચના નેતાઅે ઈન્દિરા ગાંધીની તુલના હિટલર સાથે કરી

ભાજપના ટોચના નેતાઅે ઈન્દિરા ગાંધીની તુલના હિટલર સાથે કરી

આજના દિવસે દેશમાં લાગેલી ઈમર્જનસી મામલે અરૂણ જેટલીએ તત્તકાલિન ઈન્દિરા ગાંધીની તુલના હિટલર સાથે કરી છે. ભાજપ આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવી રહી છે. 1975માં ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લગાવી હતી. અરૂણ જેટલીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે,  ઈમર્જનસી દરમ્યાન દેશમાં ભયનો માહોલ હતો. ઈન્દિરા ગાંધીએ મુળભુત અધિકારનું હનન કરી ઈમર્જનસી લાગુ કરી હતી. હિટલર અને શ્રીમતી ઈન્દિરા ગાંધીએ લોકતંત્રને તાનાશાહીમાં બદલવા માટે બંધારણનો ઉપયોગ કર્યો.  અરૂણ જેટલીએ ટ્વિટમાં હિટલરની દમનકારી નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, હિટલરે વિપક્ષના સાંસદોની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, 25 જૂન 1975ની અડધી રાતે દેશમાં ઈમર્જનસી લાગુ કરી દેવામાં આવી હતી. જે 21 માર્ચ 1977 સુધી લાગુ કરી હતી.  1975માં દેશના તતકાલિન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી સરકારની  ભલામણ બાદ બંધારણની કલમ 352 હેઠળ દેશમાં ઈમર્જનસીની ઘોષણા કરી હતી.

Related posts

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!