GSTV
Home » News » ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

હાઉડી મોદીના મંચ પરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન જાહેર કરી આતંકના આકા પાકિસ્તાનને જોરદાર લપડાક મારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે.

ટ્રમ્પે પોતાનાં સંબોધનમાં જણાંવ્યું કે અમેરિકામાં ભારતનો મારા જેવો સારો દોસ્ત અન્ય કોઇ રાષ્ટ્રપતિ રહ્યા નથી. મોદીનાં કાર્યકાળમાં દુનિયા ભારતને એક મજબૂત દેશ તરીકે જોઇ રહી છે. મોદીનાં નેતૃત્વમાં ભારત મજબૂત થઇ રહ્યો છે. મોદી શાસનમાં 30 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન અર્થતંત્ર પણ સૌથી સારી છે. સુરક્ષાનાં મોરચે બન્ને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. ઇસ્લામિક આતંકવાદથી બચવા માટે બન્ને દેશો તૈયાર છે.

ભારત-અમેરિકા વચ્ચે નવા સંરક્ષણ કરારો પર કામ થઇ રહ્યું છેે. ભારત સાથે મળીને અમેરિકા ઇસ્લામિક આતંકવાદ સામે લડશે. સરહદની સુરક્ષા માટે બન્ને દેશો એકસાથે કામ કરશે. ટ્રમ્પે જણાંવ્યું કે ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ અમને લગીરેય પસંદ નથી. અમારે અમેરિકાનાં લોકોનાં હિત માટે કામ કરવું છે. ભગવાન સૌનું ભલુ કરે, ભારતનું પણ અને અમેરિકાનું પણ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે અનેક સામ્યતા હોવાનું જણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને ધન્યવાદ આપતા જણાવ્યું કે તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!