GSTV

અંદરખાને આગ: નવા પ્રધાનમંડળમાંથી બોટાદની બાદબાકી, બે દિગ્ગજ નેતાઓને ઘરભેગા કરી દેતા રોષ ફાટી નિકળ્યો

Last Updated on September 17, 2021 by Pravin Makwana

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી સરકારમાં નો રિપીટ ફોર્મ્યુલા સાથે ૨૫ મંત્રીઓની શપથવિધિ કરાઈ છે. અગાઉના મુખ્યમંત્રી રૂપાણીના કાર્યકાળમાં મહત્ત્વના મનાતા ઊર્જા વિભાગનો હવાલો બોટાદના ધારાસભ્ય પાસે હતો. પરંતુ નવા પ્રધાનમંડળમાં બોટાદ જિલ્લાને સાઈડ લાઈન કરી દેવાયો હોય તેમ બોટાદ કે ગઢડાના દિગ્ગજોને સ્થાન અપાયું નથી. જેથી કાર્યકરો અને શુભેચ્છકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.

સૌરભ પટેલ- પૂર્વ ઊર્જામંત્રી

બોટાદના ધારાસભ્ય અને રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલને પાર્ટીના વરિષ્ઠ અને અનુભવી નેતા તેમજ પટેલ સમાજના પ્રતિનિધિત્વનો લાભ નવા મંત્રીમંડળની રચના તેવું માનવામાં આવ્યું હતું. આ માટે આત્મારામ પરમારના સમર્થકો છેલ્લા બે-ત્રણ દિવસથી ગાંધીનગરમાં ધામા નાંખીને પણ બેઠા હતા પણ અંતિમ ઘડીએ શતરંજની ચાલ બદલાય હોય તેમ આત્મારામ પરમારને કાંપી નાંખવામાં આવ્યા છે. તેમનું નામ ફાઈનલ જ હતું. પરંતુ માજી ગૃહપ્રધાનએ ખેલ પાડી દેતા તેમના સાથે અસરવાના ધારાસભ્યને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા હોવાનો બળાપો ઠાલવવામાં આવ્યો હતો. ત્યારે બન્ને દિગ્ગજ નેતાઓની મંત્રીમંડળમાંથી બાદબાકીને કારણે મંત્રીમંડળમાં બોટાદ જિલ્લાનું એક પણ પ્રતિનિધિત્વ રહ્યું નથી. જેને લઈ આંતરિક રોષ પણ બહાર આવી રહ્યો છે.

READ ALSO

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!