GSTV
Botad ગુજરાત ટોપ સ્ટોરી

ભરતી મેળો / ભાજપ ઓબીસી સેલના પ્રમુખ સહિત અનેક નેતાઓ આપમાં જોડાયા, વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો આંચકો

આપ

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલે છે. ત્યારે બોટાદ ભાજપના ઓબીસી સેલના પ્રમુખ ઉમેશ મકવાણાએ ભાજપમાંથી રાજીનામુ આપી આપમાં જોડાયા છે. તેમની સાથે વર્તમાન સરપંચ અને ત્રણ પૂર્વ સરપંચ પણ ભાજપ છોડી આપમાં સામેલ થયા. મોટા જીંજવાડર ગામે આખી ગ્રામ પંચાયત ભાજપને છોડી આપમાં જોડાઈ.

આપ

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. રાજ્યમાં આપ ધીમે-ધીમે પોતાની પકડ બનાવી રહી છે. આપની વિચારધારાથી લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે આપ ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે. તાજેતરમાં જ જામનગર ભાજપના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપની વિચારધારા સાથે જોડાયા હતા. ત્યારે આજે બોટાદ ભાજપના ઓબીસી પ્રમુખ ઉમેશ મકવાણા પણ આપમાં જોડાયા. તેમની સાથે વર્તમાન સરપંચ દિલુભાઈ ખાચર પણ આપમાં જોડાયા. ઉપરાંત ત્રણ પૂર્વ સરપંચ પણ આપની વિચારધારા સાથે જોડાયા છે. મોટા જીંજવાડર આખું ગામ આપમાં જોડાયું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની સીઝન શરૂ થઈ છે. ત્યારે આમ આદમી પણ આ વખતે ભાજપને ટક્કર આપતી નજરે પડી રહી છે. ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યા છે કે ભાજપની આ વખતે કોંગ્રેસ સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી જંગ છે. જોકે આવનારો સમય જ બતાવશે. પરંતુ ચૂંટણી પહેલા ભાજપને જામનગરમાં મોટો ફટકો પડ્યો છે. જામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયાછે. કનકસિંહ જાડેજા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ પાર્ટીમાં જોડાયા હતા.

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેના પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. જામનગરના માજી મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કનકસિંહ આપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે જામનગર, વડોદરા અને બોડેલી ખાતે સભા કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

પૂર્વ કોંગી નેતા જોડાયા આપમાં! AAPએ બે હજાર પદાધિકારીઓની કરી નિમણૂક, ભાજપના નેતાઓને ગણાવ્યા રાવણ જેવા અહંકારી

pratikshah

હર્ષદ રિબાડીયા જોડાશે ભાજપમાં! ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે

pratikshah

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah
GSTV