GSTV
Gujarat Government Advertisement

આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના નવા કેસ 13 હજારને પાર પહોંચી ગયા છે જ્યારે વધુ 137 લોકોના મોત થયાં છે. આવી સ્થિતિમાં આણંદ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ વધારે વકરી ગઇ છે. ત્યારે તાજેતરમાં જ બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પણ કોરોના સંક્રમિત થયા છે.

Corona

રાજેન્દ્રસિંહ પરમારનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેઓએ સંપર્કમાં આવેલા તમામને ગાઇડલાઈનનું પાલન કરી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

કઠલાલમાં 48 કલાકના લોકડાઉનનો ચૂસ્ત અમલ, બજારો સજ્જડ બંધ

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા મથકમાં ૪૮ કલાકના લોકડાઉનની ચુસ્ત અમલવારી જોવા મળી હતી છે. તંત્ર દ્વારા થયેલી કડક કાર્યવાહીને લીધે શહેરમાં લોકડાઉનનો અમલ શક્ય બન્યો હોવાનું શહેરીજનો ચર્ચી રહ્યાં છે.

કોરોનાના વધતા સંક્રમણ સામે કઠલાલ નગરપાલિકા દ્વારા સ્વૈચ્છીક બંધની અપીલ કરવામાં આવી હતી, પણ તેની કોઈ અસર થઈ ન હતી. કોરોનાના કેસો વધતા હોવા છતાં નગરના બજારો અને વેપારો ધમધમતા જોવા મળ્યા હતાં. અંતે કઠલાલ નગરપાલિકાએ સોમવારે ૧૯ એપ્રિલે બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દીધું હતું. મંગળવાર ૨૦ તારીખ અને બુધવાર ૨૧ તારીખના કુલ ૪૮ કલાક શહેરમાં તમામ વેપારધંધાઓને બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

લોકડાઉન

બે દિવસ શહેર બંધ રાખી કોરોનાના સંક્રમણની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બુધવારે ૨૧ તારીખે સાંજ સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ જોવા મળ્યો હતો. શહેરભરના બજારો, દુકાનો, વેપારધંધા સંપૂર્ણ બંધ રહ્યા હતા. સ્થાનિકોએ આ લોકડાઉનની સફળ અમલવારી માટે કડક કાર્યવાહીને કારણભૂત ગણાવી હતી અને આગામી દિવસો માટે જાહેર થયેલા બપોર પછીના લોકડાઉનમાં પણ આવી કડકાઈ રાખવામાં આવે તો કોરોના સામે લડી શકાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!