સરકારે હાલમાં જ આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાહી માટે બચત યોજનાઓ પર વ્યાજ દરને અપરિવર્તિત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય દ્વારા જારી અધિસુચના અનુસાર, 1 જુલાઈ 2021થી શરુ થઈ 30 સપ્ટેમ્બર 2021ના રોઝ સમાપ્ત થવા વાળા નાણાકીય વર્ષ 2021-22ની બીજી ત્રિમાહી માટે વિવિધ લઘુ બચત યોજના પર વ્યાજના દર અપરિવર્તિત રહેશે.
કોરોના માહમારી વચ્ચે, આ મધ્યમ વર્ગ અને નાની બચત યોજનાઓ પર નિર્ભર લોકો માટે એક મોટી રાહતના રૂપમાં આવ્યું છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ ભારતીયો માટે સૌથી લોકપ્રિય ડેટ ઈન્વેસ્ટ વિકલ્પો માંથી એક છે. તેઓ માત્ર લાંબા સમયના રોકાણ માટે વધુ દર રજુ કરે છે, પરંતુ એમાં કેટલીક નાણાકીય આપાત સ્થિતિ મારે પૈસાની જરૂરત હોવા પર કામ આવે છે.
તમે આ નાની બચત યોજનાઓ પર લોન લઇ શકો છો
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

તે પાંચ વર્ષનું પ્રોડક્ટ છે જે 6.8 ટકા વ્યાજ દર આપે છે. એનએસસીમાં તમે રોકાણ કરી શકો તે ન્યૂનતમ રકમ રૂ. 1,000 છે જ્યારે રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. તેને 1000 રૂપિયા અને તેના ગુણાંકમાં ખરીદી શકાય છે.
જો કે, કલમ 80C હેઠળ માત્ર 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર કપાત માટે પાત્ર રહેશે. આ ઉપકરણો કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. એનએસસી વાર્ષિક વ્યાજ મેળવે છે પરંતુ તે પરિપક્વતા પર જ ચૂકવવાપાત્ર છે. હાલમાં એનએસસી પર ઉપલબ્ધ વ્યાજ દર 6.8 ટકા છે.
કિસાન વિકાસ પત્ર
હાલમાં કિસાન વિકાસ પત્ર (KVP)માં 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં રોકાણ કરેલ રકમ 10 વર્ષ 4 મહિનામાં બમણી થાય છે જે આ સમયે પાકતી મુદત પણ છે. એક રોકાણકાર ઓછામાં ઓછા રૂ. 1,000 નું રોકાણ કરી શકે છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
અન્ય ઘણી લાંબા ગાળાની બચત યોજનાઓથી વિપરીત કેવીપી રોકાણકારોને અકાળે ઉપાડ કરવાની મંજૂરી આપે છે. જો કે, જો તમે ખરીદીના એક વર્ષની અંદર પ્રમાણપત્ર પાછું ખેંચો છો તો તમે માત્ર વ્યાજ જ ગુમાવશો નહીં, પરંતુ તમારે દંડ પણ ચૂકવવો પડશે.

જો તમે સર્ટિફિકેટ ખરીદવાની તારીખથી એક વર્ષથી દોઢ વર્ષ વચ્ચે નાણાં ઉપાડો છો, તો કોઈ દંડ થશે નહીં, પરંતુ તમારું વ્યાજ ઓછું થશે. અ દોઢ વર્ષ પછી કોઈપણ સમયે ઉપાડ કરવાની છૂટ છે અને વ્યાજમાં કોઈ દંડ અથવા ઘટાડો નથી.
સ્મોલ સેવિંગ સ્કીમ પર લોન
બેન્ક ઓફ બરોડાની વેબસાઇટ અનુસાર, જો બાકી રહેલી પાકતી મુદત ત્રણ વર્ષથી ઓછી હોય તો આ બે નાની બચત યોજનાઓના મૂલ્યના 85 ટકા સુધી લોન મેળવી શકાય છે. જો શેષ પાકતી મુદત ત્રણ વર્ષથી વધુ હોય તો લેનારા મૂલ્યના 80 ટકા સુધીની લોન મેળવી શકે છે. એક વ્યક્તિ ઓવરડ્રાફ્ટ સુવિધા માટે આ સિક્યોરિટીઝ પણ ગીરવે મૂકી શકે છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર, આ પ્રોડક્ટ્સ પર લોન માટે લગભગ 11.9 ટકા વ્યાજ દર વસૂલવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે એક રોકાણકાર આ પ્રોડક્ટ્સને માત્ર બેંકો, નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ, જાહેર અને ખાનગી કોર્પોરેશનો, સરકારી કંપનીઓ, સ્થાનિક સત્તાવાળાઓ અને દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યના ગવર્નર સહિતની વિશિષ્ટ સંસ્થાઓને ગીરવે મૂકી શકે છે.
Read Also
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન
- સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા, આઈફોન-14 પ્રો મેક્સને આપશે ટક્કર, જાણો ક્યો સ્માર્ટફોન છે વધુ શ્રેષ્ઠ?