GSTV
Gujarat Government Advertisement

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

Last Updated on August 24, 2019 by

ફેસબુક કંપનીના જ ઈંસ્ટાગ્રામ પર જ નહીં, પરંતુ તે જ રીતે ટ્વિટર પર પણ પોર્ન બૉટ્સનું પૂર આવી ગયું છે. આ સ્પેમ અકાઉન્ટમાં મહિલાઓની બિકીનીમાં તસવીરો હોય છે, જે ટ્રેડિંગ ટોપિક્સમાં યૂઝર્સને લલચાવવાનું કામ કરે છે.

આ સ્પેન ટ્વિટરના ટ્રેન્ડિંગ સેક્શનમાં ટોપ પર આવે છે અને વાંચનારને લલચાવી સરળતાથી દગો દઈ જાય છે. આ અકાઉન્ટ્સ પર એક ક્લિક કરતાં જ તે યૂઝર્સને સીધા પોર્ન વેબસાઇટ પર લઈ જાય છે, જ્યાં તે વ્યક્તિની માહિતી માંગે છે, જેમાં ઈમેલ, ઉંમર, સ્થળ અને ક્રેડિટ કાર્ડ નંબરનો પણ સમાવેશ થાય છે.

આ સ્પેમ ટ્રેન્ડિંગના ટોપ પર જ આવતા હોવાથી લોકો કોઇપણ મુખ્ય ટ્રેડિંગ ટૉપિક પર જતાં પહેલાં સૌથી પહેલાં તેને જ જુએ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું, “આ પ્રકારનાં બધાં જ અકાઉટ્ન્સ ઑગષ્ટમાં બનાવવામાં આવ્યાં અને આ એપના પિંડ ટ્વીટ ફીચરની મદદથી પોતાની વેબસાઇટને પ્રમોટ કરી રહ્યા છે.”

ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું આ પ્રકારનાં સ્પેમ અકાઉન્ટ દેખાતાં બંધ થઈ જાય એ માટેના પ્રયત્નો ચાલું છે.

ટ્વિટરએ ઈંગેજેટને કહ્યું, “ક્યારેક એવું થાય છે કે સંદિગ્ધ અકાઉન્ટ છૂટી જાય અને જ્યારે આવું થાય છે ત્યારે લોકો પાસે વિકલ્પ હોય છે કે તેઓ તેનો રિપોર્ટ કરી શકે છે.”

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!