GSTV
Home » News » અમાસે જન્મેલા બાળકોનું શું ભાવિ ?

અમાસે જન્મેલા બાળકોનું શું ભાવિ ?

અમાસે જન્મેલા બાળકોનું શું ભાવિ ?સામાન્યતઃ એક ખાસ માનસિકતા જનસમુદાયમાં દૃઢ થઈ ગઈ છે કે- આમ થાય એટલે આ પ્રમાણે જ થાય, એ નક્કી જાણવું.એક ખાસ સમયમાં જો કોઈ ઘટના થાય તો આપણે તેનું પરિણામ નિશ્ચિત કરી નાંખીએ છીએ. આપણી આંખો અને મગજ બેઉ બંધ કરી દઈએ છીએ. શાસ્ત્રમાં અશુભને નિવારવા શું ઉપાય છે ? શું માર્ગદર્શન છે ? તેની જાણકારી મેળવવાની જહેમત પણ આપણે નથી ઊઠાવતા. કદાચ કંઈક જાણતા પણ હોઈશું તો એમ માની લઈએ છીએ કે આ બધાથી કંઈ ખાસ ફરક ન પડે. અથવા તો તદ્દન વિપરીત કાર્ય કરી બેસીએ. સમસ્યાનો તાત્કાલીક ઉપાય મેળવવાની લાલસામાં અંધશ્રદ્ધામાં એવા તો સપડાઈ જઈએ કે નાણાંનો વ્યય થાય, પોતે છેતરાયાનો અહેસાસ થાય અને સૌથી મૌટી આડઅસર એ છે કે આપણો વિશ્વાસ આપણા જ શાસ્ત્રમાંથી ઊઠી જાય છે. આ સૌથી મોટી કમનસીબ અને દુઃખદ ઘટના છે.

સમાજમાં જેને સમસ્યા ગણવામાં આવે છે, કમનસીબી ગણવામાં આવે છે અને ઈશ્વરનો કોપ સમજવામાં આવે છે તેવી જ એક મનોધારણાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. સામાન્યતઃ અમાસે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે મનમાં ગ્લાની વ્યાપી જાય. કેટલાક પરિવાર તો માતા અને બાળક બેઉને કમનસીબ સમજવાની ગંભીર ભૂલ કરી લે છે.

અમાસના જન્મેલા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરતા હોય છે, ધન-સંપત્તિ-વૈભવ-સંતાનસુખ સુપેરે પ્રાપ્ત થતું હોય છે. અમાસના દિવસે જન્મેલા કોરોડપતિ થયાના દાખલા પણ જોવામાં આવે છે. આજે અમાસ છે. સંસારની ઘટમાળ પ્રમાણે આજે ઘણા સંતાનનો જન્મ થશે. પણ, આજે વિશેષતઃ સૂર્ય અને ચંદ્ર આ બેઉ ગ્રહ રાહુ સાથે પ્રતિયુતિમાં છે અને સૂર્ય-ચંદ્ર સાથે કેતુ યુતિમાં છે. એટલે સૂર્ય અને ચંદ્રનું શુભત્વ સ્હેજ ઊણું ઊતર્યું છે એમ કહેવાય.

પણ મેં જેમ અગાઉ જણાવ્યું કે, ગભરાશો નહીં. આજે આપને કારગત ઉપાય જણાવું છું. આ સાત્ત્વિક ઉપાયથી આપ આપના સંતાનને શુભત્વ અર્પણ કરી શકશો. તેનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશો.

  • માટે, આજે જન્મેલા બાળકની માતાએ મનમાં અખંડ ઓમ નમઃ શિવાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અખંડ જાપ જપવો.
  • હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જતા પહેલા આ બે શ્લોકનું ગાન કરવું – શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતઃ કલેશ નાથાય ગોવિંદાય નમો નમઃ અને બીજો શ્લોક આ પ્રમાણે છે – ગણેશં ચ શિવં વિષ્ણું સૂર્ય દેવીં તથૈવ ચ, પંચદેવાન સનાતનં નમામ્યહં પુનઃ પુનઃ
  • નવજાત શિશુને જ્યારે માતા દ્વારા ખોરાક આપવાનો સમય થાય ત્યારે 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછી આ મંત્રજાપ અવશ્ય કરવો – 15 મિનિટ પહેલા – ઓમ નમઃ શિવાય આ મંત્ર જાપ જપવો અને બાળકને ખોરાક આપ્યા બાદ ઓમ નમોભગવતે વાસુદેવાય – આ મંત્રનો જાપ જપવો.
  • નવજાત શિશુને ખોરાક આપતા સમયે ઓમ નમો નારાયણાય – આ મંત્રનો જાપ જપવો.

આ પ્રમાણે મંત્રજાપ કરવાથી સૌ પ્રથમ માતાના શરીરમાં દિવ્ય ઊર્જાનું આગમન થશે. માતાનું અંતર-મન પવિત્રતાથી છલકાઈ ઊઠશે. માતા દ્વારા પ્રાપ્ત થયેલી દિવ્ય અને પવિત્ર ઊર્જા જ છેવટે નવજાત શિશુમાં પ્રવેશવાની છે. આ પવિત્ર ઊર્જા ખોરાક દ્વારા જ્યારે નવજાત શિશુમાં પ્રવેશશે ત્યારે શિશુનો વિકાસ અને વૃદ્ધિ સુયોગ્ય થશે અને આગામી ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

  • ઈતિ શુભમ્

READ ALSO

Related posts

8 વર્ષનાં બાળકે પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ

pratik shah

એક્ટિંગના મેદાનમાં ઉતર્યાં ક્રિકેટર ઈરફાન પઠાણ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

Kaushik Bavishi

ભારતીય શટલરે બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ કરી પોતાના નામે, જાણો તેની વિગતો

Do NOT follow this link or you will be banned from the site!