GSTV
Home » News » પોલેન્ડમાં પહેલી વાર મહિલાએ આટલા બાળકોને આપ્યો જન્મ

પોલેન્ડમાં પહેલી વાર મહિલાએ આટલા બાળકોને આપ્યો જન્મ

પોલેન્ડની એક મહિલાએ એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો છે. 29 વર્ષની આ મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો છે. મા અને બાળકોની તબિયત સારી છે. પોલેન્ડના ડોક્ટરોનું કહેવું છે કે તેમના દેશમાં પહેલી વાર બન્યું છે કે કોઈએ આટલા બાળકોને જન્મ આપ્યો છે. બાળકોના માતા-પિતાને બધા શુભેચ્છા પાઠવી રહ્યા છે.

પોલેન્ડના રાષ્ટ્રપતિ પણ તે મહિલાને શુભેચ્છા પાઠવા પહોંચ્યા હતા. ઉત્તરી પોલેન્ડમાં એક હોસ્પિટલમાં મહિલાએ 6 બાળકોને સીઝેરિયન દરમિયાન જન્મ આપ્યો છે. તેમાં 4 છોકરીઓ અને 2 છોકરા છે. કાક્રોવ યુનિવર્સિટી હોસ્પિટલની પ્રવક્તા મારિયા વ્લાડકોસ્કાએ કહ્યું હતું કે, બાળકો ગર્ભાવસ્થાના 29 અઠવાડિયામાં જન્મેલા છે.

તેનું વજન 890 ગ્રામથી 1.3 કિલોગ્રામની વચ્ચે છે. મારિયા જણાવે છે કે, બાળકો સ્વસ્થ છે, પરંતુ ઈંક્યુબેટરમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના નિયોનૈટોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર રિસજાર્ડ લોટરબાખે કહ્યું કે, પોલેન્ડમાં પહેલી વાર એવું બન્યું છે કે 6 બાળકોનો જન્મ થયો છે. લોટરબાખનું કહેવું છે કે એ ઘટના આખા વિશ્વમાં અનોખી છે.

Read Also

Related posts

ઓછુ ભણેલા પણ મેળવી શકે છે હેવી લાઈસન્સ પરંતુ ગુજરાત સરકારની ઢીલી નીતિના કારણે મામલો લટક્યો

Kaushik Bavishi

જો તમે સેલ્ફી લેવાના શોખીન છો તો વાંચી લો આ ન્યૂઝ, હંમેશ માટે બંધ કરી દેશો

Kaushik Bavishi

ઉકાઈ ડેમની જળ સપાટી 343.10 ફૂટે પહોંચી, ભયજનક જળ સપાટીથી માત્ર 2 ફૂટ દૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!