GSTV
Home » News » બ્રેક્ઝિટમાં બ્રિટનની સરકારને મળી પ્રથમ સફળતા, ડીલ હવે બની જશે કાયદો

બ્રેક્ઝિટમાં બ્રિટનની સરકારને મળી પ્રથમ સફળતા, ડીલ હવે બની જશે કાયદો

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પોતાના બ્રેક્ઝીટ બિલ માટે મંગળવારે સંસદમાં પહેલો અવરોધ પાર કરવામાં સફળ રહ્યા છે. સંસદમાં વોટિંગ દરમિયાન તેમના પ્રસ્તાવને 299ના મુકાબલે 329 મતોનું સમર્થન મળ્યું. આનો અર્થ એ છે કે, યૂરોપીય સંઘ સાથે બ્રેક્ઝીટ ડીલ હવે કાયદો બની શકે છે પરંતુ 3 દિવસની અંદર હાઉસ ઓફ કોમન્સમાં આના પર સહમતિ બનાવવાની રહેશે.

જો સાંસદ સમય મર્યાદાને ખારિજ કરી દે અને યૂરોપીય સંઘ તારીખ વધારવાની મંજૂરી આપી દે તો આવી સ્થિતિમાં જોનસને બિલ પરત લેવાની ધમકી આપી છે અને તે 31 ઓક્ટોબરે અલગ થવાની નિર્ધારિત સમય મર્યાદામાં મોડું કરવાને કારણે સામાન્ય ચૂંટણી કરવવા માંગશે. સોમવારે રાતે બ્રેક્ઝીટ ડીલ પ્રકાશિત થયા બાદ જોનસને હાઉસ ઓફ કોમન્સમાં આને મંગળવારે ચર્ચા માટે રાખી હતી.

બિલ પર ચર્ચા દરમિયાન સાંસદોને કહ્યું કે, હું આના માટે કોઈ પણ કિમત પર વધુ સમય નથી લેવા માંગતો. જો સંસદ બ્રેક્ઝીટથી ઈનકાર કરે અને તેને કારણે તમામ વસ્તુઓ જાન્યુઆરી કે તેની આગળ સુધી ટળી જાય તો કોઈ પણ સંજોગોમાં સરકાર આ પરિસ્થિતિને બરકરાર નહિં રાખી શકે.

READ ALSO

Related posts

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!