GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દિલ્હીથી આ કારણે ફફડ્યા પાડોશી રાજ્યો, હરિયાણા અને ઉત્તરપ્રદેશે સરહદો કરી દીધી બંધ

17 હજાર 386 કોરોના દર્દીઓ. 398 મૃત્યુ. દિલ્હીમાં શુક્રવારે બપોર સુધી કોરોનાની આ તસવીર છે. પાટનગર દિલ્હી હવે ભયભીત થઈ ગઈ છે. ડર એવો છે કે પડોશી રાજ્યોએ દિલ્હી માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારે દિલ્લી સાથે જોડાયેલી પોતાની સરહદી રસ્તાઓ બંધ કરી દીધા છે. બંને રાજ્યોને ડર છે કે દિલ્હી તેમના શહેરો નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુડગાંવમાં કોરોનાના કેસ વધી શકે છે. બોર્ડર સીલ થવાને કારણે દિલ્હી-એનસીઆરમાં કામ કરતા લોકો બેહાલ થયા છે. નોઇડા, ગાઝિયાબાદ બાદ શુક્રવારે બદરપુર અને ગુડગાંવ બોર્ડર પર ભારે જામ થયો છે. દિલ્લીના પડોશી શહેરો અને રાજ્યોને દિલ્લીમાં જે ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો તેનો ડર છે. રાજધાની દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 1024 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જે એક જ દિવસમાં સૌથી વધુ છે. આ સાથે રાજધાનીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 16 હજાર 281 થઈ ગઈ છે. પોઝીટીવ દર્દીઓ બાબતે દિલ્લી હવે દેશમાં ગુજરાતને પાછળ રાખી ત્રીજા સ્થાને પહોંચ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1024 નવા કેસ સાથે ત્રીજા સ્થાને પહોંચ્યું દિલ્લી

ગુરુવારે દિલ્હીમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 16,281 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક સાથે 1024 નવા કેસ આવતા દિલ્હી હવે ગુજરાતને પાછળ છોડી અને સંક્રમણની દૃષ્ટિએ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હી હવે મહારાષ્ટ્ર (59,546) અને તમિલનાડુ (19,372) પછી ત્રીજા સ્થાને છે. ગુજરાત હવે 15572 સંક્રમિત દર્દીઓ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. 50 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. દિલ્લીમાં મે મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમણ ખૂબજ ઝડપથી ફેલાયું હતું. પરંતુ પહેલી વખત 19 મેના એક દિવસમાં 500 નવા કેસ આવ્યા હતા. તે પછીથી અત્યાર સુધ દર બે દિવસે કોરોના પોઝીટીવના આંકમા ઉછાળો આવ્યો છે. 19 મેના 500 પોઝીટીવ મળ્યા હતા, 20 મેના 534 પોઝીટીવ થયા હતા તો 21 મેના 571 નવા પોઝીટીવ આવ્યા હતા. 22 મેના આ આંક 660 સુધી પહોંચી ગયો હતો. જ્યારે 28 મેના આ આંક સૌથી વધુ 1024 થયો છે.

8 દિવસમાં પોઝિટિવ કેસમાં ઉછાળો

તારીખ કેસ
28 મે1024
27 મે792
26 મે412
25 મે635
24 મે508
23 મે591
22 મે660
21 મે571

ગુડગાંવ અને ફરીદાબાદના 80 ટકા કેસ દિલ્લી સાથે જોડાયેલા

દિલ્લી સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશે ગાઝિયાબાદ અને નોઈડાની સરહદ સીલ કરી દીધી છે. નોયડાની બોર્ડર લગભઘ 3 મે બાદ પણ સીલ જ છે. ગાઝિયાબાદની બોર્ડર થોડા દિવસો માટે ફરીથી ખોલવામાં આવી હતી, પરંતુ પછી કેસની સંખ્યામાં વધારો થયા બાદ તેને ફરીથી બંધ કરી દેવામાં આવી છે. હરિયાણામાં પણ આવું જ થયું છે. 15 મેના રોજ ગુડગાંવ, ફરીદાબાદની સરહદો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે સરહદો શુક્રવારથી એટલે કે આજે ફરી સીલ થઈ ગઈ છે. નોઈડાના ડીએમ સુહાસ એલ. વાય હોય કે હરિયાણાના મંત્રી અનિલ વિજ દરેકનું કહેવું છે કે દિલ્લીને કારણે અહીંયા કેસો વધી રહ્યા છે. હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે ગુડગાંવ અને ફરીદાબાદમાં મળી આવેલા 80 ટકા કેસ દિલ્લી સાથે જોડાયેલા છે. શરૂઆતમાં કેટલાક એવા કિસ્સાઓ હતા કે જેની દિલ્હી સાથે સીધી કડી હતી.

જિલ્લાકેસ
ગાઝિયાબાદ140
નોઇડા377
ગુડગાંવ405
ફરીદાબાદ276

કેજરીવાલે કહ્યું હતું, દિલ્હી કોરોના સામે લડવા તૈયાર

15 મે પછી દેશભરમાં લોકડાઉન હળવા કરવામાં આવ્યું ત્યારે દિલ્હી સરકારે પણ આવી જ છૂટછાટ આપી હતી. દારૂની દુકાનો પહેલેથી જ ખોલી દેવામાં આવી હતી. આ સમય દરમિયાન કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો. અરવિંદ કેજરીવાલે પણ પોતાના સંબોધનમાં આનો ઉલ્લેખ કર્યો હતો. કેજરીવાલે કેસ વધવાની ચિંતા નહીં કરવાનું કહ્યું હતું. દિલ્હી કોરોના સામે લડવા તૈયાર છે. દિલ્હી ભલે કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે તે જુદું છે, પરંતુ અત્યારે પાડોશી રાજ્યો તેનાથી ડરી સરહદો સીલ કરી દેતાં લોકોને હાલાકી પડી રહી છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!