GSTV

કોહલીનું આવનારુ બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મે જેથી અમે તેને ઓસ્ટ્રેલિયન ગણાવી શકીએ, આ ક્રિકેટરે કરી મજાક

Last Updated on November 21, 2020 by Pravin Makwana

ભારતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ અને ક્રિકેટ જગતમાં પણ સૌથી વધારે પ્રચલિત આઈપીએલ સામે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. બીસીસીઆઈની આ ટુર્નામેન્ટ પૈસા છાપવાનું મશિન સિવાય બીજુ કંઈ નથી તેવું એલન બોર્ડરનું કહેવું છે. બોર્ડરે કહ્યું હતું કે, આઈપીએલ અને તેના જેવી લીગ ટુર્નામેન્ટની જગ્યાએ વર્લ્ડ ટી 20 ક્રિકેટને મહત્વ મળવું જોઈએ અને દુનિયાના તમામ ક્રિકેટ બોર્ડે આઈપીએલમાં પોતાના ખેલાડીઓને મોકલવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં.

બોર્ડરે કહ્યું હતું કે, જે પણ થઈ રહ્યું છે તેનાથી હું ખુશ નથી. આઈપીએલ એક લોકલ લીગ છે અને તેની સરખામણીએ વર્લ્ડ ટી 20ને વધારે મહત્વ આપવાની જરુર છે. આ બંને એક સાથે ચાલી શકે નહી. દરેક બોર્ડે પણ પોતાના ખેલાડી આઈપીએલમાં ના રમે તેનું ધ્યાન રાખવુ જોઈએ.

બોર્ડરે આગામી દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરુ થવા જઈ રહેલી સિરિઝને લઈને કહ્યું હતું કે, કોહલી જેવા જેવા ખેલાડીઓની આક્રમકતા તેમજ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોની રમતના કારણે ટેસ્ટ ક્રિકેટ હજી જીવતું છે અને તેને આઈપીએલ જેવી લીગના કારણે ખતરો પેદા થયો નથી.

બોર્ડરે મજાકીયા સૂરમાં કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છે કે, કોહલીનું આવનારુ બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મે, જેથી અમે તેને ઓસ્ટ્રેલિયન ગણાવી શકીએ. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં કોહલીની કમી ભારતને અસર કરશે.

READ ALSO

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!