GSTV
Home » News » ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

ગુજરાતની તમામ 26 બેઠકો પર ગઇ કાલે મતદાન યોજાયું હતું. ગાંધીનગર લોકસભા બેઠક પર પણ મતદાન થયું હતું.જો કે ગાંધીનગર લોકસભા બેઠક પર બોગસ મતદાન થયાની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. બોગસ વોટીંગ કરતા હોય તેનો વીડિયો વાયરલ થયો હતો. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં બાવળાનાં નોકરી પર અને બહારગામ ગયેલા લોકોનાં નામે બોગસ વોટીગ ચાલી રહ્યું છે.ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ બાવળા તાલુકાનાં બાપુપુરા ગામે બોગસ વોટીંગ થયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી અને ચૂંટણી પક્ષની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠ્યા છે.

જો કે જેમ જેમ વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમ આ મામલે રાજકારણ ગરમાયું છે. જો કે લોકોની માગ છે કે આ બૂથ પર ફરી મતદાન કરવામાં આવે. પરંતુ જે બાહુબલી માણસ બૂથ કેપચરની આ ઘટનમાં લીડ રોલ ભજવી રહ્યો છે તે જીતેન્દ્રસિંહ કોઇ મોટા માથાનાં જોરે બાવ઼ડાનાં જોરે બાવળામાં બોગસ વોટીંગ કરાવી રહ્યો છે.

બાવળાના બાપુપુરા ગામે થયેલા બોગસ વોટિંગ મામલો ઉઠાવી કોંગ્રેસે ફેરમતદાનની માંગ કરી છે. સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો પણ નિર્ણય લીધો છે.. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે જે બાપુપુરા ગામે બૂથ કેપ્ચરિંગ કરી 90 ટકા મતદાન કરવામાં આવ્યું હતુ. જીતેન્દ્રસિંહજી બાપુપુરા ઉપરાંત બાજૂના બૂથમાં પણ 92 ટકા મતદાન કરાવ્યું. આ ઉપરાંત હિન્દુસ્તાન નિર્માણ દળે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ફેરમતદાનની માંગ કરી છે.

READ ALSO

Related posts

કમલેશ તિવારી હત્યાકાંડ : બંને આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાયા

Mansi Patel

ચાલુ મેચમાં રવિ શાસ્ત્રીએ મારી લીધી ઝબકી, સોશિયલ મીડિયા પર લોકોએ કેટલી મજા લીધી જાતે જ જોઇ લો

Bansari

સાંસદો, ધારાસભ્ય અને પોલીસના બોગસ આઈડીકાર્ડ પર ટોલટેક્સ ન ભરતા દબંગો પર તવાઈ, 80 ઝડપાયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!