GSTV

બોપલ ડ્રગ્સ કેસ / આરોપીઓ અમેરિકાથી મંગાવતા હતા ડ્રગ્સ, તપાસમાં જોડાઈ શકે છે FBI

Last Updated on November 25, 2021 by Zainul Ansari

અમદાવાદના બોપલ વિસ્તારમા અમેરિકન ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા આરોપી ઝડપાયા બાદ તપાસ હવે અમેરિકા સુધી પહોંચી છે. આ સમગ્ર મામલે તપાસ માટે FBIને પણ પત્ર લખવાની તૈયારી શરૂ કરી દેવાઇ છે. સાથે જ કસ્ટમ વિભાગે 180 જેટલા કબ્જે કરેલા પાર્સલ મેળવવા માટે પણ પત્ર લખવામાં આવ્યો છે.

બોપલ ડ્રગ્સ કેસ

અમેરિકાથી પાર્સલમા ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા વંદિત પટેલની ધરપકડ બાદ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે વંદિત પટેલે મંગાવેલા અને કસ્ટમ વિભાગે કબજે કરેલા 180 જેટલા પાર્સલોનો કબજો મેળવવા માટે ગ્રામ્ય પોલીસે પત્ર લખ્યો છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ સપ્લાય કરતી કંપની ફિડેક્ષમાંથી મંગાવેલા ડેટાના આધારે તપાસ કરતા 180 પાર્સલોની યાદી સામે આવી છે. જે ડ્રગ્સ સપ્લાયર દ્વારા કેલિફોર્નિયાથી મોકલવામાં આવ્યું હતું. પરંતુ વંદિત પટેલ સુધી નથી પહોંચ્યું. જે અંગે કસ્ટમ વિભાગે નોટિસો પણ જાહેર કરી હતી. હવે તે પાર્સલો કબજે કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાર્સલ કેલિફોર્નિયાથી આવ્યા હતા, જેનું 4 કરોડનું પેમેન્ટ ક્રિપ્ટોકરંસી દ્વારા મોકલવામાં આવ્યું હતું. જે અંગેના પુરાવા સામે આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એફબીઆઈને પત્ર લખવાની તૈયારી શરૂ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાયરો વિરુદ્ધ પગલાં લેવાય તે માટે તમામ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

ડ્રગ પેડલર વંદિત પટેલે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ચેન્નઈમાં પણ ડ્રગ્સના પાર્સલોની ડિલેવરી લીધી હોવાની આ માહિતી સામે આવી છે. સાથે જ વંદિતની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે તેના મિત્રો સાથે મુંબઈમાં ડ્રગ્સ પાર્ટી પણ યોજી હતી. માટે વંદિતનું નેટવર્ક અન્ય કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

Read Also

Related posts

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત/ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!