GSTV

બોપલ ડ્રગ્સ કેસ / હાઈપ્રોફાઈલ લોકોના નામ આવતા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે પોલીસ? શું થશે તટસ્થ તપાસ

બોપલ ડ્રગ્સ કેસ

Last Updated on November 25, 2021 by Zainul Ansari

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ હાઈપ્રોફાઈલ અમેરિકન ડ્રગ્ઝ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમા 04 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે તેવામાં ઝડપાયેલા આરોપી વંદિત પટેલની પૂછપરછમાં ઘણી એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. વંદિત પટેલે 70 જેટલા હાઈપ્રોફાઈલ શહેરીજનોના નામ આપ્યા છે. 70 જણાની લિસ્ટમાં બિલ્ડરો, બિઝનેસમેન તથા ઘણા એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંતાનો પણ વંદિત પટેલ પાસેથી ડ્રગ્ઝ મંગાવતા હતા. બીજી તરફ હાઈપ્રોફાઈલ પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરવી હોય ત્યારે પૈસાદાર વર્ગના લોકો વંદિત પટેલનો સંપર્ક કરતા હતા. મહત્વનું છે કે વંદિત પટેલે આપેલા 70 જણાના હાઈપ્રોફાઈલ લિસ્ટમાંથી કેટલાક મોટા ગજાના વ્યક્તિઓના નામ કમી કરવામાં આવ્યા હોય તેવી વાતો પોલીસ વર્તુળમાં ફરી રહી છે. સામાન્ય CRPCના નિયમ મુજબ નાર્કોટિક્સના કેસમાં જે અધિકારીએ રેડ કરી હોય અથવા તો દરોડા પાડયા હોય તે પોલીસકર્મીને આગળની તપાસ સોંપવામાં આવતી નથી, પણ અન્ય કોઈ બીજા અધિકારીને આગળની તપાસ સોંપતી હોય છે. પરંતુ બોપલ ડ્રગ્ઝ કાંડ મામલે અધિકારી પાસેથી તપાસ એટલા માટે લઇ લેવામાં આવી રહી છે તેનું પણ કરણ અલગ છે
.

બોપલ ડ્રગ્સ કેસ

મહત્વનું છે કે આ કેસમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલેકે આઈ.ઓ દ્વારા ઘણી ગેરરીતિઓ આચરાઇ હોય તેવો ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે. જેના પગલે બોપલ ડ્રગ્ઝ કેસની તપાસ કરી રહેલા અમદાવાદ એસ.ઓ.જી ગ્રામ્યના ઇન્ચાર્જ પી.આઇ પાસેથી તપાસ આંચકી લેવાય તેવા એંધાણ રચાઇ રહ્યા છે. વંદિત પટેલે આપેલા લિસ્ટમાંથી પોલીસ અધિકારીઓએ ઘણી મોટી માછલીઓને બાકાત કરી દીધી છે. ત્યારે ઝડપાયેલા તમામ આરોપીઓને થોડાક દિવસો અગાઉ ગુજરાત એટીએસની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ તમામ આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બોપલમાંથી ઝડપાયેલા અમેરિકન ડ્રગઝ કેસમાં આગામી સમયમાં ઇન્ટરનેશનલ એજન્સીઓ પણ તપાસમાં ઝંપલાવશે. કારણ કે સમગ્ર ડ્રગ્સનો જથ્થો અમેરિકાથી મંગાવવામાં આવતો હતો. જેથી કરીને દિલ્હીની પણ ઘણી એજન્સીઓ આ કેસની તપાસ કરશે તેવું સંભળાઈ રહ્યું છે. પોલીસ મુખે એવી વાતો પણ ચર્ચાઈ રહી છે કે આટલા હાઇપ્રોફાઇલ કેસમાં વંદીત પટેલે આપેલા નામ સાંભળતાની સાથે જ ગ્રામ્ય પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે એવા ઘણા નામો હતા કે જેઓ સરકારની ખૂબ નજીકના બિલ્ડરો છે અને બિઝનેસમેનો પણ છે અને લિડિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ છે. આ તમામ પ્રકારના લોકોમાંથી કેટલાક લોકોના સંતાનો વંદિત પટેલના મોટા અને રેગ્યુલર કસ્ટમર હતા. જેથી કરીને હવે આ કેસની તપાસ હજી કેટલા નવા ફણગા ફૂટે છે કે પછી કેટલા તથ્યો બહાર આવે છે તે તો તપાસનીશ અધિકારીની કાર્યશૈલી અને પ્રમાણિકતા પર નિર્ભર રહેશે.

Read Also

Related posts

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

મોટા સમાચાર / ગુજરાતમાં ફરી જન્મી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 67 નવા કેસ

Zainul Ansari

સેનાના અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા CDS રાવત, ત્રણેય સેનાઆેના આેપરેશનથી લઇને હથિયારોની ખરીદીના પ્રોજેક્ટ સામેલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!