રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ બનીને ખુલ્લેઆમ દારૂનું વેંચાણ કરી રહ્યા છે. વડોદરામાં બુટલેગરો જાહેરમાં દારૂની બોટલ લઇને જાણે પોલીસને પડકારતા હોય તેવા અમુક વાયરલ દ્રશ્ય સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈને એવુ લાગે કે, જાણે આ બુટલેગરોમા પોલીસનો કોઈ ખૌફ જ નથી. આ વાયરલ દ્રશ્યો પરથી એવુ લાગી રહ્યુ છે કે, બુટલેગરો પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા હોય કે, અમે તમારી સામે જ દારૂનુ વેંચાણ કરીશુ, તમે રોકી શકતા હોવ તો રોકી લો.

રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ એક યુવક જાહેર માર્ગ પર હાથમાં દારૂની બોટલ સાથે રાવપુરા પોલીસ અશિષ્ટ ભાષામા પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ કરતા અમુક દ્રશ્યો હાલ વાયરલ થયા છે. વિશ્વામિત્રી ફાટક વિસ્તારમાં એક યુવક હાથ વિદેશી દારૂની ત્રણ બોટલ લઇને એક મહિલા સાથે ઝગડો કરી રહ્યો છે અને આ દ્રશ્યમા એવુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે કે, આ યુવકમા પોલીસનો કોઇપણ પ્રકારનો ખોફ રહ્યો નથી.

બુટલેગરો વચ્ચેની ધંધાકીય હરીફાઈ કે પછી અંગત અદાવતને કારણે આ દ્રશ્યો જાહેર થયા હોવાનું બહાર આવ્યું છે. જોકે સોશિયલ મીડિયામાં વાઇરલ આ દ્રશ્યો ક્યારના છે અને કોણે બનાવ્યા છે તેની જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી. આ એ જ રાવપુરા પોલીસ સ્ટેશન છે જે પોલીસ અને બુટલેગરો સાથેની સાંઠગાંઠને કારણે બદનામ છે.
Read Also
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’
- સામનામાં આકરા પ્રહાર! 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બાગી ‘બિગ બુલ’, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ