દારૂ ભરેલો ટેમ્પો રોકતાં પોલીસકર્મીની બુટલેગરે અાંગળીઅો કાપી નાખી

ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ મયૂર ચાવડાને સીધો પડકાર ફેંકતા હોય તેમ બૂટલેગરોએ ગાંધીનગરની લવારપુર ચોકડી ખાતે પોલીસ કર્મચારી પર છરી વડે હુમલો કરી તેની આંગળીઓ કાપી નાખી હતી. પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી ઘટનાના પગલે પોલીસ તરત જ દોડતી થઈ હતી અને હુમલા કરનારા અમરાઈવાડીના કુખ્યાત બુટલેગર આર.કે.ને ઝડપી લીધો હતો. દેશમાં દારૂનો બેરોકટોક વેપલો થાય છે.
અા તમામ જાણે  છે કે પોલીસની મદદ વિના અા શક્ય જ નથી. પોલીસને તમામ બુટલેગરોના લિસ્ટ પણ ખબર છે. દરેકના વિસ્તાર પણ વહેચાયેલા છે. અામ છતાં ક્યારેક પોલીસની કાર્યવાહીના દબાણને તળે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. અા કેસમાં અેક પોલીસકર્મીઅે ફરજ બજાવવા સમયે અાંગળીઅો ગુમાવવાનો વારો અાવ્યો છે.
લવારપુર ચોકડી પર ડભોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિજય કોરડિયા ટ્રાફિકની કામગીરી બજાવતા હતા. શુક્રવારે સાંજે તેમણે લવારપુર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ એક ટેમ્પોને જોયો હતો. ટેમ્પોની આગળ અને પાછળ બે બાઈક પર ચાર યુવાનો પાઈલોટિંગ કરતાં હોય તેવું લાગતાં વિજયભાઈને શંકા જતા ટેમ્પોને રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પોમાં બેઠેલા બૂટલેગરોએ વિજય કોરડિયા પર છરીથી હુમલો કર્યો હતો.
વિજયભાઈએ તરત છરી પકડીને સામે મુકાબલો કર્યો હતો, પરંતુ તેમાં તેમની બંને હાથની પાંચ આંગળી કપાઈ ગઈ હતી. નજીકની દુકાનમાંથી લોકો દોડી આવતાં બૂટલેગરો નાસી છુટ્યા હતા. આ ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પોલીસે ટેમ્પોને ઝડપી લીધો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત વિજયભાઈને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દરમિયાન એસપી મયુર ચાવડા, એલસીબી પીઆઈ જે.ડી. પુરોહિત સહિત પોલીસ અધિકારીઓનો કાફલો હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. પોલીસે અા ઘટના બાદ તાત્કાલિક અેકશન લીધા છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter