GSTV
Home » News » નરેન્દ્ર મોદી માત્ર રાજકારણી કે વક્તા નહીં લેખક પણ છે, આ 12 પુસ્તકો લખી ચૂક્યા છે

નરેન્દ્ર મોદી માત્ર રાજકારણી કે વક્તા નહીં લેખક પણ છે, આ 12 પુસ્તકો લખી ચૂક્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ અને પીએમ રહેતા 12 બુક લખી છે. આ બુકોમાં તેણે સ્ટુડેટ્સથી લઈ દેશ સમાજ અને અલગ-અલગ મુદ્દા પર લખ્યું છે. એક નજર કરીએ મોદીજીએ કઈ-કઈ બુક લખી છે. અને આ બુકના માધ્યમથી તમે મોદીજી વિશે ઘણું બધું જાણી શકશો.

એક્ઝામ વોરિયર્સ
ગયા વર્ષે ફ્રેબુઆરી 2018માં બોર્ડ એક્ઝામની તૈયારીઓ પર આધારિત છે આ પુસ્તક. આ બુકમાં એક્ઝામનું ટેન્શન કેવી રીતે દૂર કરી શકાય તેની ટેક્નિક બતાવવામાં આવે છે. તેમાં પ્રધાનમંત્રી મોદીએ તેમના બાળપણના ઉદાહરણો આપીને બાળકોને તણાવથી દૂર રહેવાની રીત શીખવી છે. તેમાં એક્ઝામમાં સારા નંબર કેવી રીતે મેળવવા તેની પણ રીત બતાવી છે.

સાક્ષી ભાવ
આ પુસ્તકમાં તમને ખબર પડશે કે મોદી ખાલી એક રાજનીત્ક કાર્યકર્તા નહીં પણ એક કવિહૃદય પણ છે. આ ગ્રંથની ડાયરીમાં જગતજનની માના સંવાદમાં તેના મનોભાવોનું સંકલન છે, જેમાં તેની અંતદૃષ્ટિ, સંવેદના, કર્મઠતા, રાષ્ટ્રદર્શન સ્પષ્ટ છલકાય છે. વર્ષ 2015માં સાક્ષી ભાવ નામથી પીએમ મોદીનો કવિતા સંગ્રહ પ્રકાશિત થયો હતો. આ સંગ્રહમાં પહેલી કવિતા મા પર છે.

અ જર્ની: પોઈમ્સ બાઈ નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે ગુજરાતી ભાષામાં 67 કવિતાઓ લખી છે. તેમની આ કવિતાઓના માધ્યમથી તેમનો અવાજ, તેમની જોવાની રીત અને તેમની વિચારશૈલીનો અંદાજો લગાવી શકાય છે. તે પોતાની કેટલીક કવિતાઓ ટ્વિટ પણ કરી ચૂક્યા છે.

કનવીનિએન્ટ એક્શન
પ્રધાનમંત્રી દ્વારા આ પુસ્તક બહુ જ સરળ ભાષામાં લખાઈ છે. જળવાયુ પરિવર્તનના પડકાર પર લખેલી આ બુક આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જોડાયેલી છે. અને સમાજના અલગ-અલગ વર્ગો સાથે લપેટાઈને વૈશ્વિક અભિયાનમાં સામેલ થવાની પ્રેરણા આપે છે.

જ્યોતિ પુંજ
પોતાની બુક પુષ્પાંજલિ જ્યોતિપુંજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે સંસારમાં એ મનુષ્યોનો જન્મ ધન્ય છે, જે પરોપકાર અને સેવા માટે પોતાના જીવનનો કેટલોક ભાગ અથવા સંપૂર્ણ જીવન સમર્પિત કરી શકે. આ પુસ્તકમાં તેમણે વ્યક્તિના જન્મથી લઈ તેની સમાજ પ્રત્યે જવાબદારી બતાવી છે. પુસ્તકમાં પીએમ મોદી રાષ્ટ્ર સર્વોપરિને જીવનનું મૂલમંત્ર માનવાવાળા આવે તપસ્વી મનીષિયોનું પુણ્ય સ્મરણ કર્યું છે.

સોશિયલ હાર્મોની
આ પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સામાજિક સમરસતા પ્રતિ ભાવનાઓના મજબૂત પ્રવાહને શબ્દોના માધ્મથી બતાવ્યું છે. પુસ્તકમાં તેના સમાજ પ્રત્યે અદ્વિતીય દૃષ્ટિ અને દૃષ્ટિકોણ નજર આવી રહ્યો છે. આ પુસ્તક સામાન્ય માણસની ખુશીઓ અને વિકાસ યાત્રા પર આધારિત છે. એ ઉપરાંત ઘણી બુકો અલગ-અલગ ભાષાઓ અને વ્યાખ્યાનો પર લખી છે. તેમની બુક The 37th Singapore Lecture: India’s Singapore Storyસિંગાપુર લેક્ચર સીરિઝ પર આધારિત છે.

Read Also

Related posts

ટૉપલેસ થઇ સની લિયોની સહિત આ 2 હૉટ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહ્યાં છે આ Photos

Bansari

બોલીવુડ સ્ટાર્સ જેને મળ્યું ડબ્બૂ રત્નાનીના 2020ના કેલેન્ડરમાં સ્થાન, ભૂમિ-કૃતિનો હૉટ અંદાજ જોતાં રહી જશો

Bansari

બોયફ્રેન્ડ સાથે બોલ્ડ લુકમાં આવી નજર ટાઈગરની બહેન, સીડનીમાં આ જગ્યાએ વેલેન્ટાઈન ડે મનાવ્યો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!