GSTV
Home » News » અઢી કિલો વજનની આ કેરી કહેવાય છે “કેરીની મલિકા”, કેરી પાકે તે પહેલા જ થાય છે બુકિંગ

અઢી કિલો વજનની આ કેરી કહેવાય છે “કેરીની મલિકા”, કેરી પાકે તે પહેલા જ થાય છે બુકિંગ

ગરમીની સીઝનમાં દરેક વ્યક્તિ ખુબ જ આતુરતાપૂર્વક કેરીની રાહ જોતા હોય છે.પોષકતત્વોથી ભરપૂર કેરી એક એવું ફળ છે, જે લોકોને સૌથી વધુ પસંદ છે. કેરીમાં વિટામીન એ,કોપર,આયર્ન અને પોટેશીયમ જેવા તત્વો ખુબ જોવા મળે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કે એક એવી કેરી પણ છે, જેને કેરીની મલિકા કહેવામાં આવે છે.જેનો ભાવ 500 રૂપિયા છે. આવો જાણીએ આ કેરી વિશે!

અહિં વાત થઇ રહિ છે મશહુર ‘નૂરજહાં’ની, જે અફઘાનિસ્તાન મૂળની માનવામા આવતી કેરીની એક પ્રજાતિ છે. જણાવી દઇએ કે આ કેરી માત્ર મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં કઠ્ઠીવાડા ક્ષેત્રમાં જ થાય છે. આવો જાણીએ કે 500 રૂપિયાનાં આ કેરીની ખાસિયત શું છે.

આ કેરીની સૌથી ખાસ વાત એ છે કે, આ કેરીની ગોટલીનું વજન 150થી 200 ગ્રામની વચ્ચે હોય છે. આટલું જ નહિં પરંતુ આ કેરીની લંબાઇ એક ફૂટ સુધીની હોય છે. ખાસ વાત એ છે કે આ કેરીની બુકિંગ ત્યારે જ થઇ જાય છે. જ્યારે આ કેરી હજુ સરખી રીતે પાકી પણ ન હોય. તેથી જ આ કેરીનો ભાવ 500 રૂપિયા સુધી પહોંચી જાય છે.

પોતાની ખાસિયતને કારણે જાણીતી ‘નૂરજહાં’ એક કેરીનું વજન 2.5 કિલોગ્રામ આસપાસ હોય છે.જો કે પહેલાનાં સમયમાં આ કેરીનું વજન 3.5થી 3.75 કિલોગ્રામ વચ્ચે હતું. કેરીનું વજન પ્રાકૃતિક કારણોસર ઓછું થતું જાય છે. વરસાદમાં વિલંબ, ઓછો વરસાદ અને ક્યારેક વધુ વરસાદ તેનું મુખ્ય કારણ માનવામા આવે છે.

ઈયળનાં ભયંકર ત્રાસને કારણે ગતવર્ષે ‘નૂરજહાં’નો પાક ઘણો બરબાદ થયો હતો. જો કે આ કેરીનાં શોખીનો માટે સારા સમાચાર છે. કારણ કે આ સીઝનમાં નૂરજહાનાં વૃક્ષો પર મોટા પ્રમાણમાં કેરીનો ફાલ આવ્યો છે. કેરીનાં ઉત્પાદન મામલે ભારત દુનિયામાં સૌથી મોખરે છે. દુનિયાભરમાં કેરીની અંદાજીત 1400 જાત જોવા મળે છે, જેમાંથી કેરીની 1 હજાર જાત તો માત્ર ભારતમાં જ જોવા મળે છે.

READ ALSO

Related posts

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah

દૂધ-પનીરનાં વધારે વપરાશથી વધી શકે છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, અભ્યાસમાં થયો દાવો

pratik shah

થરાદમાં વકરી રહ્યો છે રોગચાળો, રોજ ડેન્ગ્યૂનાં કેસ નોંધાતા ભયનો માહોલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!