GSTV

ઈ-ટિકિટ બુકિંગનું વિચારી રહ્યા છો તો, એ પહેલા જાણી સરકારના નવા નિયમો

ભારતીય રેલવેએ યાત્રિકોને સારી સુવિધા મળે તે માટે મોટા મોટા પ્લાન કર્યા છે. પરંતુ હવે રેલવે યાત્રિકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. મુસાફરોને ટ્રેનની મુસાફરી માટે ઓનલાઈન રિઝર્વેશન માટે વધારે પૈસા આપવા પડશે.

જણાવીએ કે ડિજિટલ આપ-લેને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી ઈ-ટિકિટો પર સર્વિસ ચાર્જ બંધ કરવામાં આવતો હતો. પરંતુ હવે તે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસની ટિકિટ પર પહેલાં 20 રૂપિયા અને એસી બોગીમાં સીટ માટે 40 રૂપિયા સર્વિસ ચાર્જ લેવામાં આવશે.

પહેલા સર્વિસ ચાર્જની લેવાની આ સુવિધા જૂન 2017 સુધી રહી હતી. ત્યારબાદ તેની સમયસીમા વધારવામાં આવી છે. સર્વિસ ચાર્જથી થનારી કમાણીમાં રેલવેની કુલ રકમમાં મોટું યોગદાન હતી, એટલા માટે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનની કમાણી પર તેની ઘણી અસર પડશે.

આઈઆરસીટીસીને નાણાં મંત્રી તરફ 88 કરોડ રૂપિયાનું વળતર આતું હતું, પરંતુ આ રકમ પર્યાપ્ત નહોતી.

Read Also

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!