GSTV

ફાયદાની વાત/ ફ્રીમાં કરો રેલવેમાં મુસાફરી, આ રીતે ટિકિટ બુક કરાવશો તો મળશે આટલી બધી સુવિધાઓ

ટ્રેન

રેલવેમાં ફ્રીમાં મુસાફરી કરવાની વ્યવસ્થા થઇ ચુકી છે. તમને નવાઇ લાગશે પરંતુ અમે તમને કોઇ જુગાડ કે ગેરકાયદેસર રીત નથી જણાવી રહ્યા. જો તમારી પાસે IRCTC SBI RuPay Card હોય તો તમે તેના રિવોર્ડ પોઇન્ટ્સનો ઉપયોગ કરીને ફ્રીમાં ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો. પરંતુ શરત માત્ર એટલી છે કે તમારી પાસે ટિકિટની કિંમત જેટલા જ રિવોર્ડ પોઇન્ટ્સ હોવા જોઇએ.

મોદી સરકારના આત્મનિર્ભર, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા પગલાઓને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ SBI, IRCTC તથા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ મળીને IRCTC SBI RuPay Card લોન્ચ કર્યુ હતુ. કાર્ડ વધુ સુવિધાજનક, ફાસ્ટ અને સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કાર્ડ દ્વારા કોન્ટેક્ટલેસ રીતે પેમેન્ટ કરી શકાય છે, જેમ આજકાલ મોટાભાગની મોટી બેન્કોના કાર્ડ્સમાં મળે છે.

ચાલો તમને જણાવીએ કે IRCTC SBI RuPay Cardથી તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો તો તમને કઇ કઇ સુવિધાઓ મળશે.

IRCTC SBI RuPay  ક્રેડિટ કાર્ડની વિશેષતાઓ

1 – 31 માર્ચ 2021 સુધી આ ક્રેડિટ કાર્ડને બનાવડાવવા પર જોઇનિંગ ફીસ માફ થઇ જશે.

2 – IRCTCની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવવા પર 10 ટકા કેશ બેક મળશે. આ રિવોર્ડ પોઇન્ટ દ્વારા મળશે, 1 રિવોર્ડ પોઇન્ટ 1 રૂપિયા બરાબર હશે.

3 – યુઝર્સ ફ્રીમાં ટ્રેન ટિકિટ બુક કરવા માટે આ રિવોર્ડ પોઇન્ટ્સનો ઉપયોગ કરી શકે છે.

4 – યુઝર્સના કાર્ડમાં પહેલા 45 દિવસોમાં 500 રૂપિયા અથવા તેનાથી વધુ ટ્રાન્જેક્શમાં 350 પોઇન્ટ્સ જોડી દેવામાં આવશે. કાર્ડને એક્ટિવેટ કરતા જ એકાઉન્ટમાં 350 પોઇન્ટ્સ આવી જશે.

ટ્રેનો

5 – IRCTC ની વેબસાઇટથી ટ્રેનની ટિકિટ બુક કરવા પર ટ્રાન્જેક્શન ચાર્જમાં 1 ટકાની છૂટ મળશે.

6 – દરેક ક્વાર્ટરમાં એકવાર રેલવે સ્ટેશનો પર બનેલા પ્રીમિયમ લાઉંજનો ઉપયોગ કરી શકાશે.

ટ્રેનની ટિકિટ બુક કરાવા ઉપરાંત ઓનલાઇન શૉપિંગ પર પણ તમને ડિસ્કાઉન્ટ મળે છે. IRCTC SBI Rupay ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર Medlife, Fitternity, Me N Moms જેવી બ્રાન્ડ્સ પર છૂટ મળે છે. આ ઉપરાંત આ કાર્ડમાં પેથોલોજી પર 40 ટકાની છૂટ મળશે. 1mg પરથી દવાઓ ઓર્ડર કરવા પર 18 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. UpGrad પરથી કોઇપણ કોર્સનુ પેમેન્ટ કરવા પર ફીમાં 10 ટકાની છૂટ મળશે.

Read Also

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!