પોતાનાં મોબાઈલ દ્વારા જ બુક કરો ટ્રેનની જનરલ અને પ્લેટફોર્મ ટીકિટ,જાણો વિગતે

આજનો જમાનો ટેકનોલોજીથી ભરપૂર છે. જો કે દરેક કામ આગંળીનાં ટેરવે થાય તેવું દરેક ઇચ્છે છે. લોકો પાસે સમયનો અભાવ છે. જેથી તેઓ દરેક કામને ઓનલાઈન કરે છે. સામન્ય રીતે લોકો રિઝર્વેશન ટિકીટ લઇને મુસાફરી કરવાનું પસંદ કરે છે. ઘણી વખત રિઝર્વેશન ન મળે ત્યારે જનરલ ટીકીટ લઇને મુસાફરી કરવી પડે છે. ત્યારે ટીકીટ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પરવડે તેમ નથી.

તેવામાં ઇન્ડિયન રેલવેએ ખાસ એપ ડેવલપ કરી છે. જે મુસાફરોની તમામ પરેશાની દુર કરી શકે છે. આ એપનું નામ UTS(Unreserved Ticketing System) છે. આ એપની મદદથી આપણાં મોબાઈલ થી જનરલ અને પ્લેટફોર્મ ટીકીટ બુક કરી શકીએ છે.

ભારતીય રેલવેએ થઓડા મહિના અગાઉ યુટીએસની શરૂઆત કરી હતી. ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

યુટીએસ એપને રેલવેનાં ઇન-હાઉસ ડેવલેપર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.  આ માટે તમારે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લીક કરીને  તમારા મોબાઇલ નંબર,નામ,જન્મતિથી સહિતની વિગતો એન્ટર કરીને પાસવર્ડ સેટ કરવો પડશે. રજીસ્ટ્રેશન બાદ તમારા મોબાઈલમાં એક OTP આવશે. યુટીએસ એપ ઓટોમેટીક ઓટીપી ડિટેક્ટ કરશે. ત્યારપછી તમે એપનાં હોમ પેજ પર પહોંચી જશો.

હેમ પેજ પર આવતાની સાથેજ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરીને લોગઇન થવું પડશે. લોગઇન કર્યા બાદ જ્યારે તમે એપમાં એન્ટર થાવ ત્યારે તમને બુક ટીકીટ,કેન્સલ ટીકીટ, બુકિંગ હિસ્ટ્રી સહિતનાં અનેક વિકલ્પ જોવા મળશે.

બુક ટીકીટ ઓપ્શન પર ક્લિક કરશો તો ત્યાં તમને નોર્મલ બુકિંગ,ક્વિક બુકિંગ,પ્લેટફોર્મ ટીકીટ અને સીઝન ટીકીટનો ઓપ્શન જોવા મળશે. ટીકીટ પેપર લેસ જોઇએ અથવા પ્રિન્ટ જોઈએ તે પણ જણાંવવું પડશે.  

નોર્મલ ટીકીટ બુકિંગ માટે ફોનની લોકેશન સર્વિસ ઓન કરવી પડશે. ત્યારબાદ લોકેશનનાં હિસાબે એપ તમેન સ્ટેશન અંગની માહિતી પુરી પાડશે. અહિં તમારે સોર્સ અને ડેસ્ટીનેશન એન્ટર કરવું પડશે. આ એપનાં માધ્યમથી ઉપલબ્ધ રૂટની જાણકારી આપવામાં આવશે. રૂટ પસંદ કર્યા પછી તમારે બધી વિગતો ભરવી પડશે.

ટીકીટનાં પેમેન્ટ માટે અહિં બાય ડિફોલ્ટ રેલ વોલેટનો ઓપ્શનનો પણ છે. જો રેલ વોલેટમાં પૈસા ન હોય તો તમે નેટ બેન્કિંગ,પેટીએમ સિવાય અન્ય માધ્યમો દ્વારા પણ રૂપિયાનું પેમેન્ટ કરી શકો છો.

READ ALSO  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter