GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ એક મિસ્ડ કૉલથી જ બુક થઇ જશે તમારો LPG સિલિન્ડર, અત્યારે જ સેવ કરી લો આ નંબર

lpg

Last Updated on January 2, 2021 by Bansari

ઇન્ડેન ગેસ (Indane Gas)ના ગ્રાહકો માટે LPG ગેસ સિલિન્ડર બુક કરવો હવે ખૂબ જ સરળ થઇ ગયો છે. તમે ફક્ત એક મિસ્ડ કૉલથી આ કામ કરી શકો છો. ઇન્ડિયન ઑયલ (Indian Oil) LPG ગ્રાહક હવે દેશના કોઇપણ ખૂણેથી એક મિસ્ડ કૉલ કરીને પોતાનો LPG સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કૉલ માટે ઇન્ડેન દ્વારા જારી કરવામાં આવેલો નંબર – 8454955555 – છે.

શુક્રવારે આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું. મિસ્ડ કૉલ દ્વારા LPG સિલિન્ડર સરળતાથી બુક થઇ શકશે. પહેલાની જેમ હવે ગ્રાહકોને લાંબા સમય સુધી કૉલ હોલ્ડ પર નહી રાખવો પડે. સાથે જ મિસ્ડ કૉલ દ્વારા બુકિંનો એક ફાયદો પણ છે કે આઇવીઆરએસ કૉલ્સની જેમ ગ્રાહકોએ કોઇ વધારાનો ચાર્જ પણ નહી ચુકવવો પડે.

આ સુવિધાથી તે લોકો માટે LPG ગેસ બુક કરાવવો સરળ થઇ જશે, જે IVRS કૉલમાં પરેશાનીનો સામનો કરે છે. સાથે જ વૃદ્ધ લોકો માટે પણ આ એક અનુકૂળ રીત છે. ઑયલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે ભુવનેશ્વરથી મિસ્ડ કૉલ ફેસેલિટીને લૉન્ચ કરી.

આ 7 શહેરોમાં પણ મળશે વર્લ્ડ ક્લાસ ક્વોલિટી પેટ્રોલ

તેમણે વર્લ્ડ ક્લાસ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલના બીતા ચરણનું પણ અનાવરણ કર્યુ છે. જેને ઇન્ડિયન ઑયલ દ્વારા XP100ના નામે બ્રાન્ડ કરવામાં આવ્યું છે. આ પેટ્રોલ હાઇએંડ કારો માટે હશે. બીજા ચરણમાં XP100ને 7 અન્ય શહેરો- ચેન્નઇ, બેંગલોર, હૈદરાબાદ, કલકત્તા, કોચ્ચ, ઇન્દોર અને ભુવનેશ્વરમાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. સૌપ્રથમ તેને રાજધાની દિલ્હી માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે.

lpg

6 વર્ષમાં 17 કરોડ લોકો સુધી પહોચ્યુ LPG કનેક્શન

ભુવનેશ્વરમાં LPG કનેક્શન માટે મિસ્ડ કૉલ સર્વિસ પણ લૉન્ચ કરવામાં આવી છે. જલ્દી જ તેને અન્ય શેરોમાં લૉન્ચ કરવામાં આવશે. આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ગેસ એજન્સીઓ અને ડિસ્ટ્રીબ્યૂટર્સે કહ્યું કે તે સુનિશ્વિત કરે કે ગેસ ડિલિવરીનો સમયગાળો એક દિવસથી ઓછો કરીને કેટલાંક કલાકોનો કરવામાં આવે. તેમણે કહ્યું કે દેશે LPGને લઇને એક લાંબી સફર કાપી છે. 2014 પહેલા આશરે 6 દશકમાં LPG કનેક્શન 2 કરોડ લોકો પાસે હતુ. ગત 6 વર્ષોમાં તે વધીને 30 કરોડ સુધી પહોંચી ગયુ છે.

વર્ષના પહેલા જ દિવસે વધ્યા LPG સિલિન્ડરના ભાવ

ઑયલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરી મહિનાની ગેસની કિંમતો જારી કરી દીધી છે. કંપનીઓએ ડિસમ્બર મહિનામાં રાંધણ ગેસ એટલે કે LPG સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો કરી 100 રૂપિયા વધારી હતી. હવે સબસિડી વિનાના LPG સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો નથી કર્યો અને ભાવ 694 રૂપિયા પર સ્થિર રાખ્યો છે. જો કે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 56 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

lpg

મોંઘો થયો 19 કિલોગ્રામનો LPG સિલિન્ડર

દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરની કિંમત 1,332 રૂપિયાથી વધીને 1,349 રૂપિયા થઇ ગઇ છે. 19 કિલોગ્રામ વાળો LPG સિલિન્ડર 17 રૂપિયા સુધી મોંઘો થઇ ગયો છે. 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે.

ચેન્નઈમાં 19 કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,446.50 રૂપિયા વધીને 1,463.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 17 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાંવધારો થય છે. અહિંયા 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 710 રૂપિયા છે.

lpg

મુંબઈમાં 19 કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,280.50થી વધીને 1,297,.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 17 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાંવધારો થયો છે.14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે.

કોલકાતામાં 19 કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,387.50 રૂપિયા વધીને 1,410 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 22.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાંવધારો થયો છે. અહિંયા રાધણ ગેસની કિંમત 720.50 રૂપિયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!