GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/માત્ર મિસ્ડ કોલથી બુક કરાવી શકો છો LPG સિલિન્ડર, માત્ર 30થી 45 મિનિટમાં મળી જશે

સિલિન્ડર

Last Updated on February 3, 2021 by Mansi Patel

ડીજીટલાઈઝેશન દરમિયાન તમામ વસ્તુ સરળ થઇ ગઈ છે. એવામાં હવે રસોઈ ગેસની બુકીંગ ઓનલાઇન કરવામાં આવી શકે છે. પરંતુ એને ગ્રાહકો માટે વધુ સુવિધાનજનક બનાવવા માટે ઇન્ડિયન કંપનીએ મિસ્ડકોલ સર્વિસ શરુ કરી છે. આ 1 ફેબ્રુઆરીથી શરુ થઇ ગઈ છે. એવામાં કસ્ટમર ઘરે બેઠા માત્ર મિસ્ડ કોલ આપી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો.

કોઈ ચાર્જ નહિ આપવો પડે

LPG

ગેસ કંપનીએ એના માટે એક ટોલ ફ્રી નંબર જારી કર્યો છે. જેના દ્વારા તમે દેશની કોઈ પણ ખૂણામાં રહી બુકીંગ કરાવી શકો છો. જો ઇમર્જન્સીમાં ગેસ ખતમ થઇ જાય છે તો તમે 8454955555 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. આ સર્વિસની સારી વાત છે કે ગ્રાહકોએ એના માટે કોઈ વધુ ચાર્જ આપવો નહિ પડે. એ ઉપરાંત ગ્રાહકોને લાંબા સમય માટે કોલ હોલ્ડ પર નહિ રાખવો પડે. એના માટે કંપનીએ યોગ્ય વ્યવસ્થાનો દાવો કર્યો છે.

તત્કાલ સેવાનો પણ લાભ

સિલિન્ડર

મિસ્ડ કોલ સર્વિસ પહેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તત્કાલ સેવા શરુ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો. એ હેઠળ કસ્ટમર્સ માત્ર 30થી 45 મિનિટની અંદર સિલિન્ડર મેળવી શકે છે. સુવિધાથી સિંગલ બોટલ સિલિન્ડર કન્ઝ્યુમરને સૌથી વધુ લાભ થશે. એટલે એવા ગ્રાહક જેમાં માત્ર એક સિલિન્ડર છે. જો ઇમર્જન્સીમાં રસોઈ ગેસ ખતમ થઇ જાય છે તો આ સર્વિસ ઝડપી સિલિન્ડર ઘરે મંગાવી શકો છો.

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!