GSTV

સુવિધા: વેક્સિન માટે લાઈનોમાં લાગવાની જરૂરી નથી, હવે Paytm માંથી પણ બુક કરાવી શકશો વેક્સિન માટે સ્લોટ

Last Updated on June 15, 2021 by Pravin Makwana

જો તમે હજૂ સુધી પણ કોરોના વેક્સિનેશન માટે સ્લોટ બુક નથી કરાવી શક્યા તો, આપના માટે સારા સમાચાર આવ્યા છે. આપ ઘરે બેઠા બેઠા સરળથાથી વેક્સિનેશન સ્લોટ બુક કરાવી શકો છો. ઈ વોલેટ કંપની પેટીએમની મદદથી આપ પોતાના મોબાઈલમાં સરળતાથી વેક્સિનેસન માટે સ્લોટ બુક કરાવી શકો છો. પેટીએમ તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવાયુ છે કે, પેટીએમ એપની મદદથી વેક્સિન લગાવવા માટે સ્લોટ બુક પણ કરી શકાય છે.

VACCINE

પેટીએમની આ જાહેરાત બાદ હવે તેના યુઝર્સ માત્ર ટ્રાંઝેક્શન કરી શકશે નહીં, પરંતુ એક જ એપથી તેમની નજીકમાં કોરોના રસીકરણ માટે ખાલી સ્લોટ્સ બુક કરાવી શકશે. ખરેખર, આ પગલું કોરોના રસીકરણને ઝડપી બનાવવા માટે લેવામાં આવી રહ્યું છે. આ અંગે કોવિન એપના વડા આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના રસીકરણને સરળ બનાવવા અને વેગ આપવા માટે પેટીએમ, મેકમેરાટ્રીપ અને ઇન્ફોસીસ ઉપરાંત, ડઝનથી વધુ ડિજિટલ કંપનીઓને રસીકરણના સ્લોટ બુકિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

ડોઝ

હકીકતમાં ગયા મહિને જ, કોવિનને તૃતીય પક્ષ વિક્રેતાઓ સાથે જોડવા માટે એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. આ મંજૂરી બાદ હવે પેટીએમ વપરાશકર્તાઓને મોટી રાહત મળી છે. આ એપ્લિકેશનની મદદથી, કરોડો પેટીએમ વપરાશકર્તાઓ તેમના નજીકના રસીકરણ કેન્દ્ર પર કોરોના રસી માટે તેમના માટે સ્લોટ બુક કરી શકશે.

READ ALSO

Related posts

બાઈક પ્રેમ / રસ્તો ખરાબ હતો તો આ ભાઈએ માથા પર ઉપાડી લીધું બાઇક, વિડીયો થયો વાયરલ…

Vishvesh Dave

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!