GSTV
Home » News » કાર પાર્કિંગની સુવિધામાં મદદ કરશે આ એપ, ઘરથી નીકળતા પહેલાં જ બુક કરાવો પાર્કિંગ સ્લોટ

કાર પાર્કિંગની સુવિધામાં મદદ કરશે આ એપ, ઘરથી નીકળતા પહેલાં જ બુક કરાવો પાર્કિંગ સ્લોટ

ઘરમાંથી બહાર નીકળતાં પહેલા તમારા મનમાં ચિંતા સતાવે છે કે છેવટે કાર પાર્ક ક્યાં કરીશું. તો આ સમસ્યાનું સમાધાન થાય તે માટે હવે એક એપ બનાવામાં આવી છે. મેક્રો ચેન્નાઈ કોર્પોરેશને જીસીસી સ્ટ્રીટ સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે જે શહેરમાં ખાલી પાર્કિંગ સ્લોટ શોધવામાં અને બુક કરાવવામાં મદદ કરશે.

એપમાં સેવ કરવામાં આવી 7667 પાર્કિંગ સ્લોટ્સની જાણકારી

તમને જણાવીએ કે આ એપ બે એજન્સીઓના સહયોગથી તૈયાર કરવામાં આવી છે અને તેમાં ચેન્નાઈ શહેરની 7667 પાર્કિંગ સ્લોટ્સની જાણકારી સામેલ છે. અત્યારે આ સેવા ચેન્નાઈના પોડી બાઝાર, બસંત નગર, પુરાસાઈવલ્કમ અને અન્નાનગરમાં શરૂ કરવામાં આવ્યા છે. આવનારા ત્રણ મહિનાની અંદર નવા ક્ષેત્રોને જોડીને 23 હજાર પાર્કિંગ સ્લોટ્સ આ એપના માધ્યમથી બુક કરાવી શકશો.

લાઈવ જાણકારી અપડેટ કરવા માટે 500 કેમેરા

પાર્કિંગમાં ખાલી જગ્યાની જાણકારી એપ યુઝરને પહોંચાડવા માટે કુલ મિલાવીને 500 કેમેરા લગાવામાં આવ્યા છે. જેની સંખ્યા આવનારા સમયમાં 700 થશે. એપ એજન્સીના નિદેશક તમિલ અરાસન અનુસાર આ કેમેરામાં લાઈવ જાણકારી અપડેટ થતી રહેશે.

નક્કી કરેલો પાર્કિંગ ચાર્જ જ લેવામાં આવશે

પાર્કિંગમાં જગ્યા બુક કરાવવા માટે જીસીસીના 58 કર્મચારી નક્કી કરેલો પાર્કિંગ ચાર્જ લેશે. આ ચાર્જ પહેલા એક કલાક માટે કાર પર 20 રૂપિયા અને બે પૈડાના વાહનો પર 5 રૂપિયા રહેશે. આનાથી વધારે પૈસા આપવાની જરૂર નથી.

8 કલાક પાર્ક કરી શકશે વાહનો

પાર્કિંગ કાર રાખવા પર તમને 8 કલાકની અંદર કારને ત્યાંથી લઈ લેવાની રહેશે નહીંતર દંડ ભરવો પડશે. તહેવાર અથવા ખાસ પ્રસંગે પાર્કિંગ ની જગ્યા આખી ભરેલી હશે તો સ્માર્ટ એપ યુઝર નજીકના ખાલી પાર્કિંગની જાણકારી આપશે. આ એપમાં 10 હજાર એવા પાર્કિંગની જાણકારી આપશે જે શહેરોની ગલિયોમાં બનેલા છે.

પદયાત્રીઓની સુવિધામાં થશે વધારો

ચેન્નાઈ સ્માર્ટ સિટી લિમિટેડના સીઈઓ રાજ ચેરુબલે જાણકારી આપતાં કહ્યું કે પગપાળા ચાલનારને પણ ઘણો ફાયદો થશે. ખોટી રીતે પાર્ક કરેલા વાહનો ટ્રાફિક જામનું કારણ બનશે અને પગપાળા ચાલનારા લોકો માટે મુશ્કેલી ઊભી કરશે. આ એપથી વાહન ચાલકોને ખબર પડશે કે કઈ કઈ જગ્યા પર પાર્કિંગ ઉપલબ્ધ છે તો સરળતાથી કાર પાર્ક કરી શકશે.

Read Also

Related posts

Hyundaiની કાર પર 2.5 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, આ ધાંસૂ મોડલ પર સૌથી વધુ ફાયદો

Bansari

સામે આવી Oppoની પહેલી સ્માર્ટવોચની તસ્વીર, આવો છે લુક અને આ છે ફિચર્સ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!