GSTV
Home » News » દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

દિવાળીના પર્વ પર કેટકેટલાય લોકો બોનસ કે ગિફ્ટની રાહ જોતા બેઠા હશે..ત્યારે રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરીને દિવાળી ગિફ્ટ આપી છે. આ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ દિવાળી પછી તાત્કાલીક ભરવાની જાહેરાત થઈ છે.

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ સત્વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તાત્કાલિક આ જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

આગામી દિવસે જે જગ્યાઓની ભરતી થવાની છે તેમાં 3000 જેટલાં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 7,518 શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ સંવર્ગની કુલ 1826 ખાલી જગ્યાઓની ભરતી કરાશે. એટલે કે આગામી દિવસમાં કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકોની ભરતી કરાશે.

અગાઉ એપ્રિલ 2016માં લગભગ 6,316 જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી, તેમાંથી 4,063 શિક્ષણ સહાયકોને નિમણૂંક આપી દેવીની સરકારની અખબારી યાદીમાં જણાવાયું છે. ટોટલ 20000 જગ્યાઓ ખાલી છે, જેમાં પ્રાથમિકમાં 6700 શિક્ષકોની ખાલી જગ્યા છે. તો માધ્યમિકમાં 7100 ખાલી જગ્યાઓ જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 4500 ખાલી જગ્યાઓ છે. જ્યારે પ્રોફેરસની GPSC કેલેન્ડરમાં 1800 જગ્યાઓ ખાલી છે.

READ ALSO

Related posts

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટથી લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!