GSTV

શોખને બનાવ્યો મોટો બિઝનેસ/ બોનસાઈ પ્રેમી બિઝનેસમેને 1000 છોડ લગાવી બનાવી નર્સરી, વર્ષે કમાય છે વર્ષે 50 લાખ રૂપિયા

Last Updated on December 31, 2021 by Pravin Makwana

લોકો કહે છે શોખ બહું મોટી વસ્તુ છે, અને ક્યારેક ક્યારેક આ શોખ ફાયદાનો બિઝનેસ પણ કરાવી આપે છે. દિલ્હીમાં રહેતા એસ ઔમિક દાસની સાથે પણ આવું જ કંઈક થયું છે. તેની કહાની કંઈક આવી છે. 52 વર્ષના ઔમિક દાસ વ્યવસાયે બિઝનેસમેન છે. પણ બોનસાઈ પ્રત્યે તેમને ખૂબ લગાવ હોવાથી તેમણે નર્સરી બનાવી અને હવે તેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. તેની પાછળ એક રસપ્રદ કહાની છે.

એસ ઔમિક દાસ જણાવે છે કે, બોનસાઈ છોડ સાથે તેમની પ્રથમ મુલાકાત 90ના દાયકાની શરૂઆતમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત બાગાયતી ઉત્સવ દરમિયાન થઈ હતી. વિતેલી વાતોને યાદો કરતા તે જણાવે છે કે, જ્યારે તેમણે પહેલી વાર બોનસાઈના વૃક્ષો જોયા તો, તેમને લાગ્યું કે,જાદૂઈ લાકડીથી ઝાડને નાની કરી દીધા છે. તે સમયે તેઓ 12માં ધોરણમાં ભણતા હતા. તે સમયે તેમણે જ્યારે છોડને ટચ કરવાની કોશિશ કરી તો માળીએ તેમને ફટકાર્યો હતો. તેઓ ઘરે આવીને પણ તેના વિશે વિચારતા રહ્યા.

ઘરમાં જ બોનસાઈના છોડ ઉગાવાનું શરૂ કર્યું

બોનસાઈ પ્રત્યે ઔમિક દાસનો પ્રેમ હતો કે, તેમણે પોતાના ઘરમાં તેમણે બોનસાઈના છોડ ઉગાડવાનું શરૂ કર્યું. બોનસાઈના છોડ તૈયાર કરવા એક પ્રકારની કળા છે. તે જણાવે છે કે, જો તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવે તો, આ 400 વર્ષ સુધી જીવીત રહી શકે છે. જેને આપ આવનારી પેઢી સુધી પહોંચાડી શકો છો. તેમણે જણાવ્યું કે, પહેલા તેમના ઘરમાં બૈકયાર્ડમાં છતની નીચે બગીચામાં 200 બોનસાઈ છોડ હતા. બાદમાં ઔમિક બોનસાઈ એસોસિએશન માટે પોતાના રસની વાસ્તવિકતા સાબિત કરવામાં મદદ મળી, જેણે મને 2010ની આસપાસ એક સભ્ય તરીકે શામેલ કર્યો. તે બાદ તેમણે ગ્રો ગ્રીન બોન્સાઈ નર્સરી બનાવી જ્યાં એક હજારથી વધારે છોડ હતાં.

હજાર

2018માં બનાવી પોતાની નર્સરી

બોન્સાઈ એસોસિએશનના સભ્ય બન્યા બાદ તેનું નેટવર્ક દિલ્હી એનસીઆર અને અન્ય શહેરોમાં પણ બાગાયતી કરતા લોક સાથે બની ગયું. દેશભરમાં આયોજીત બાગાયતી સમારંભમાં તે પ્રદર્શન કરવા લાગ્યા. તેના પરિવાર અને મિત્રોએ જણાવ્યું કે, તે અત્યંત દુર્લભ છે અને ત્યાર બાદ તેમણે2018માં પોતાની નર્સરી બનાવી. ગ્રો ગ્રીન બોન્સાઈ બનવાના ચાલૂ થઈ ગયાં. તેમણે જણાવ્યું કે, રસીલા,કૈક્ટસ અને અન્ય વિદેશી છોડ પણ ઉગાડે છે અને વેચે છે. પણ મારા માટે તેનો ઉદ્દેશ્ય ફક્ત છોડ પ્રત્યે ઉત્સાહી લોકો વચ્ચે બોનસાઈને લોકપ્રિય બનાવાનું છે. જે અવિશ્વસનિય કલાથી પરિચિત થઈ શક્યા નથી.

4000 વર્ગમાં ફેલાયેલી છે નર્સરી

બોન્સાઈ નર્સરી આખા એનસીઆરના ઘર સુધી ડીલીવરી કરે છે અને કોર્પોરેટ કર્મચારીઓને પોતાના પ્રિયજનો માટે ઘરની સજાવટ તરીકે આ છોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ગ્રો ગ્રિન ફાર્મ 4000 વર્ગમાં ફેલાયેલું છે હવે ભારતના બાગાયતી સમુદાયમાં સૌમિક દાસની અલગ ઓળખાણ છે. આ સાથે જ તે દક્ષિણ એશિયા બોન્સાઈ સંધના એક રાજદૂત પણ છે. સૌમિકના પિતા એક સરકારી ફર્મમાં કલા નિર્દેશક તરીકે કામ કરતા હતા. તે તેમને નાનપણથી જ ફ્લાવર શોમાં લઈ જતાં હતા. એટલા માટે તેને પણ નાનપણથી છોડ પ્રત્યે ખૂબ લગાવ છે.

35થી 50 લાખ સુધીની થાય છે કમાણી

નર્સરીમાં લગભગ સસ્તા બોન્સાઈ પ્લાન્ટની કિંમત જ્યાં 800 રૂપિયા છે, તો વળી સૌથી મોંઘા વર્ટિકલ પેનઝઇંગ પ્લાન્ટની કિંમત 2.5 લાખ રૂપિયા છે. ગ્રોગ્રિન બિઝનેસનો વાર્ષિક ટર્નઓવર 35થી 50 લાખ રૂપિયાની વચ્ચે પહોંચી ગયું છે. સૌમિક દર વર્ષે દિલ્હીના સાકેત ગાર્ડનમાં ફેબ્રુઆરીની આસપાસ બોન્સાઈ છોડનું પ્રદર્શન કરે છે. બોનસાઈ પ્લાટ તરફનું આકર્ષણ એ ફક્ત આપણને ધૈર્ય જ નથી શિખવતું પણ વિદ્યાર્થી, ડોક્ટર્સ અને અન્ય કામ કરતા લોકોને વ્યસ્ત કાર્યક્રમમાં પણ મજેદાર શોખ ઊભો કરાવે છે. તેમના માટે માનસિક શાંતિ અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!