GSTV
Home » News » શ્રીદેવીની વિદાય બાદ બોની કપુરનો પહેલો બર્થડે, અર્જુને આ રીતે બનાવ્યો ખાસ

શ્રીદેવીની વિદાય બાદ બોની કપુરનો પહેલો બર્થડે, અર્જુને આ રીતે બનાવ્યો ખાસ

પત્ની શ્રીદેવીના અવસાન બાદ બોની કપુર દુઃખમાં સરી પડ્યા હતા. બોની શ્રીદેવીને ખૂબ પ્રેમ કરતા હતા. બન્નેના લવ મેરીજ થયા હતા. 11 નવેમ્બરે બોનીનો જન્મદિવસ છે અને આ દિવસને ખાસ બનાવવા તેમનો સંપૂર્ણ પરિવાર તેમની પાસે પહોંચ્યો. બોની કપુર પોતાના જન્મદિવસે તેની પત્નીને મીસ ન કરે તેનું પરિવારે ખાસ ધ્યાન રાખ્યું.

એક્ટર અર્જુન કપુરે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં બોની કપુર અને પરિવારના બધા સભ્યો એક સાથે જોવા મળી રહ્યા છે. બોનીની સામે ત્રણ કેક મુકેલી છે. બોની કપુરની પાસે સંજય કપુર બેઠા છે, તેમની પાસે તેમની બંને દીકરીઓ ખુશી અને જાહ્નવી છે. અર્જુન કપૂર તેમના પાછળ બેઠેલો છે અને પરિવારના અન્ય સભ્યો પણ છે.

અર્જુને આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “તમે એકફિલ્મ બનાવી હતી જેનું નામ હતું મિસ્ટરઇન્ડિયા. ફિલ્મમાં એક લાઇન હતી, ‘જીંદગી કી યહી રિત હે હાર બાદ હી જીતે હે’. પાપા આપકો જન્મ દિન મુબારક હો. અપને પરિવારસે આપકો જીવન ભર ખુશિયા મિલે. આપકે 3 બચ્ચે ઓર ધ લીજન્ડ ખુશી કપુર જો આપકી ફેવરિટ હે.

તસ્વીરના કેપ્શનથી સ્પષ્ટ જોઈ શકાય છે કે અર્જુન નથી ઇચ્છતો કે બોની શ્રીદેવીના જવાના ગમમાં પોતાને હંમેશા દુખી રાખે. કેપ્શનમાં તેઓએ તે ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે જેમાં શ્રીદેવી લીડ એક્ટ્રેસ હતી. આ જ રીતે તેણે ફિલ્મના ગીતની લાઇનથી તે પણ કહ્યું કે સમય સાથે તેમને આગળ વધવું જોઈએ.

Read Also 

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!