GSTV

બોની કપૂરે અભિનેતા સલમાનખાન સાથેનાં સંબધો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, શું મલાઈકા છે કારણ

Last Updated on February 16, 2020 by pratik shah

દિર્ગદર્શક બોની કપૂરનાં નિવેદન મુજબ તેમને તેમનાં તમામ બાળકો પ્રત્યે અત્યંત પ્રેમ છે, અને તેમને એવું ક્યારેય લાગી રહ્યું નથઈ કે માતા-પિતા બાળકો પ્રત્યે તેમનો પ્રેમ જાહેર કરવાની જરૂરીયાત હોય છે. ચાર બાળકોમાં તેમનું સૌથી પ્રિય બાળક કોણ છે? ત્યારે આ સવાલનો જવાબ આપતા બોની કપૂર જણાવે છે કે તેઓ એક પિતા હોવાને કારણે મને ચારેય બાળકો પ્રત્યે પ્રેમ છે. પરંતુ ખુશી મારા આંખોનો તારો છે, તે નાની છે ને, મારી સૌથી નાની પુત્રી છે.

બોની વધુમાં જણાવે છે કે મારા હ્રદયમાં ખુશીનું ખાસ સ્થાન છે. અને હવે તો તેનાથી વધારે છે. કારણ કે તે હાલ અહિયાં નથી તે વધુ અભ્યાસ માટે વિદેશ ગઈ છે. જો અર્જુનની વાત કરૂતો તે મારા હ્રદયમાં છે. મારા બાળકોમાં પ્રેમ પ્રત્યે મેં ક્યારેય વધારે વાત કરી નથી કારણ કે હું માનું છું કે તેમના માટેનો મારો પ્રેમ ખૂબ જ સ્વાભાવિક છે. હું તેમનો પિતા છું, મારે શું કહેવાની જરૂર છે કે હું તેમને પ્રેમ કરું છું? અલબત્ત હું કરું છું.

જ્યારે અર્જુન અને સલમાન વિશે વાત કરતા આગળ જણાવ્યું કે એક દિવસ અચાનક સલમાનનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે અર્જુને ફિલ્મોમાં અભિનેતા તરીકે કાર્ય શરૂ કરવું જોઈએ, કારણકે તેનામાં અભિનયનાં તમામ ગુણો રહેલા છે, તો સલમાને અર્જુનને પોતાની નિરક્ષણ હેઠળ રાખ્યો અને તેને બોલિવુડ માટે તૈયાસર કર્યો હતો.

બોનીએ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે સલમાન સાથે મારા હાલનાં સંબધો અત્યંત તનાવપૂર્ણ છે, પરંતુ શરૂાતનાં દિવસોમાં સલમાને અર્જુનને અભિનય ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં પ્રોત્સાહન આપ્યું , તે માટે હું સલમાનો દેવાદાર રહીશે. જોકે છેલ્લા ઘણા સમયથી સલમાનખાન અને અર્જુન કપૂર વચ્ચેનાં સંબધો ઘણા તણાવપૂર્વ બન્યા છે.

READ ALSO

Related posts

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel

ભૂલથી પણ આવો કોલ આવે તો ચેતજો નહીં તો…., 25 લાખની લાલચમાં યુવાને ગુમાવ્યા આટલાં લાખ અને ઘર પણ ભાંગ્યું

Dhruv Brahmbhatt

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!